ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસ બજારના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કપાસમાં આજે મણે રૂ.૨૦ થી રપ ઘટયા હતા. જીનર્સોની ડિસ્પેરિટિ સતત ચાલી આવતી હોઈ મોટાભાગના જીનર્સોએ પૈસા મૂક્યા હોઇ હાલ કોઇને કપાસ ખરીદવામાં રસ નથી તેવું કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું. કપાસની આવક અત્યાર સુધી સતત વધતી હતી પણ કપાસના ભાવ ઘટતાં આજે આવક ઘટી હતી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસ વધીને ૧૦૦ ગાડી આવી રહ્યો છે તેનાથી વધતો નથી વળી છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોઇ શુક્રવારે કડીમાં માત્ર રપ થી ૩૦ ગાડી જ મહારાષ્ટ્રના કપાસની આવક હતી.

મહારાષ્ટ્રના કપાસના ડડીમાં રૂ.૧૫૫૦ થી ૧૬૨૫ ભાવ બોલાતા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં જીનપહોંચ સુપર કપાસના રૂ.૧૬૮૦ થી ૧૭૦૦, મિડિયમ કપાસના રૂ.૧૬૦૦ થી ૧૬૫૦ અને હલકા એવરેજ કપાસના રૂ.૧૪૦૦ થી ૧૫૦૦ના ભાવ હતા.

ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કપાસના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અચાનક હવામાન બદલાયુ હતુ અને ઝડપી વેગે પવન ફંકાવાથી ખરીફ પાકો જેવા કે મગફળી, ચણા અને કપાસને નુકસાન થયુ હતું. આ સિવાય કેળા, ઘઉં અને કાંદાના પાકને પણ નુકસાન થયુ છે. સૂચિત સ્થળોની એપીએમસીઓએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ કૃષિ પેદાશોને વેચાણ માટે ન લાવે.

ડિસેમ્બરના પહેલા બે દિવસ ગુજરાતમાં હવામાન ખરાબ રહેતા અમૂક ટકા પાકને નુકસાન થયા હોવાનો અંદાજ છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અ ભાવનગરના જીલ્લાના ૮૯ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment