ગુજરાતમાં વાતાવરણ સુધરતાની સાથે વેપાર વધતા મગફળીના ભાવમાં ફરી ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં વાતાવરણ આજથી સુધારો થયો હતો, જેને પગલે મગફળીની લેવાલી આવી છે. બીજી તરફ મગફળીની વેચવાલીમાં આજે ખાસ કોઈ વધારો નહોત, શનિવારે કેવી આવક થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે. ગોંડલમાં શુક્રવારે રાત્રે આવક શરૂ કરવાનાં છે અને શનિવારે સવારે બંધ કરવાનાં છે.

today commodity market news of due to climate change peanut market trade increased in Gujarat groundnut price risen again
today commodity market news of due to climate change peanut market trade increased in Gujarat groundnut price risen again

વેપારીઓ કહે છેકે સરેરાશ એકાદ લાખ ગુણીની ઉપર આવક થાય તેવી સંભાવનાં રહેલી છે, જેને પગલે સરેરાશ મગફળીની બજારમાં આગળ ઉપરની ચાલનો આધાર રહેલો છે. સૌરાષ્ટ્રમાં આવકો હવે ધીમી પડે તેવી સંભાવનાં છે. ઉત્તર ગુજરાતમાં પણ મગફળીની આવકો હવે સાવ ઘટી ગઈ છે અને થોડા દિવસમાં બંધ થઈ જાય તેવી પણ ધારણાં છે.


ગોંડલમાં ૨૦ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૨પના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૭૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

સૌરાષ્ટ્રના ગોંડલમાં શનિવાર મગફળીની આવક એક લાખ ગુણીથી વધુ થાય તેવી સંભાવના…


રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૯૮૦ થી ૧૧૪૦, ર૪ નૅ. મઠડીમાં રૂ.૧૦૭૦ થી ૧૧૬૪૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૭૦ થી ૧૧૪૦, ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૩૫, બીટી ૩૨ રૂ.૧૦૩૦ થી ૧૧૩૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૫૦૦ થી ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૨૫ થી ૧૫૩૬ નાંહતાં. શનિવારથી આવકો રેગ્યુલર આવે તેવી ધારણાં છે. ડીસામાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૦ થી ૧૨૯૦૦નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment