Gujarat weather update today: આજે ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે તો ૧૧ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના મોસમ વેજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આજે ૨૮મી જુનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર- સોમનાથ અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે. અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તદ્ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
બપોરે બે સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ પડો ગયો : સોરાષ્ટ્રના બોટાદમાં બે ઇંચ, સુત્રાપાડા સવા ઇંચ અને તળાજા સિહોર અને લીલીયામાં પોણો ઇંચ વરસાદ પડ્યો : બપોરે રાજુલા જાફરાબાદ લાઠી પછી અમરેલીમાં પણ વરસાદ જામ્યો છે.
કેટલો પડ્યો આજે ગુજરાતમાં વરસાદ
આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધીમાં ૬ર તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધારે બોટાદમાં ર ઈંચ વરસાદ નોંધાયો, પલસાણા ૧.૫ ઈંચ, ઓલપાડ સવા ઈંચ, સુત્રાપાડા સવા ઈંચ, નવસારીમાં સવા ઈંચ, વાલોડમાં ૧ ઈંચ, કામરેજમાં પોણો ઈંચ, ખેરગામમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ, મહુવામાં પોણો ઈંચ, સુરતમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, સિહોરમાં પોણો ઈંચ, લિલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન બપોરે ત્રણ વાગ્યે દુરદર્શનના અહેવાલ મુજબ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ લાઠી અને અમરેલી શહેરમાં વરસાદ શરૂ થયો છે.