નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે.

જીરુમાં વિક્મના વિદાય લેતા વર્ષના આખરમાં મંદી રહ્યા બાદ નવી વર્ષારંભે ફરી અફડાતફડી જોવાઈ હતી. દિવાળીની રજાઓમાં મંડીઓ દસેક દિવસ બંધ રહ્યા બાદ ખૂલતા આવકો તદ્દન ઘટી ગઈ હતી.

સામે લેવાલી નીકળતાં અને નિકાસમાગ આવતાં ભાવ ફરી ઉછળ્યા હતા. માલબોજો ઓછો છે વળી વાવેતરમાં ધાર્યાપ્રમાણે હંજી વધારો થયો નથી. ઠંડી પણ જોઈએ એવી નથી આ બધાં કારણોસર વાયદો પણ ૩૯૨થી વધીને ૪૬ર ઉપર પહોંચ્યો હતો.

ઊંઝામાં આવક ર૦૦૦ થી ૩૦૦૦ ગૂણીની અને વેપાર ૫૦૦૦ થી ૬૦૦૦ ગૂણીના રહ્યા હતા. મથકે ભાવ પ્રતિ ર૦ કિલો એવરેજના રૂ.૧૦,૦૦૦થી ૧૧,૦૦૦, મિડિયમના રૂ.૧૧,૧૦૦ થી ૧૨,૦૦૦ અને એક નંબરના રૂ.૧ર,૧૦૦થી ૧ર,૫૦૦ના મથાળે હતા.

મુંબઈમાં એવરેજ જીરુંના વધીને રૂ. ૧૦,૫૦૦થી ૧૧,૫૦૦, મિડિયમના રૂ।. ૧૧,૬૦૦થી ૧૨,૨૦૦ અને એક નંબરના રૂ।.૧૨,૩૦૦થી ૧૩,૦૦૦ના મથાળે હતા. હવે જીરુંની બજાર કુલ વાવેતર અને પછી કેવો પાક આવે છે તેના પર નિર્ભર છે.

આ વર્ષે જીરુંનું વાવેતર ગત સિઝનની સરખામણીમાં બમણું થઈ શકે છે. ગુજરાત કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, ૬ નવેમ્બર સુધી રાજ્યમાં ૧૫૪૨ હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે, જે ગયા વર્ષે આ જ સમયે ૩૮૬૬ હેક્ટર હતું.

જ્યારે રાજસ્થાનમાં આ વિસ્તાર ૫,૧૩,૧૦૦ હેક્ટરમાં હતો. બંને રાજ્યોમાં કુલ વાવણી ૭,૭૩,૪૫૦ હેક્ટર હતી. જીરાના વેપારી સાજન અગ્રવાલનું કહેવું છે કે હવે દેશમાં જીરાનો મહત્તમ સ્ટોક ૮ લાખ બોરી બચ્યો છે.

રાજસ્થાન અને ગુજરાતમાં વાવેતર શરૂ થતાં જ જીરાના ભાવ રૂ. ૬૫,૦૦૦ની ઊંચી સપાટીથી ઘટીને રૂ.૪૨,૦૦૦ પ્રતિ ક્વિન્ટલની આસપાસ આવી ગયા છે. નબળી આવક, ઓછી માંગ અને હવામાન સંબંધિત પડકારોએ બજારને અસર કરી છે.

ચીન દ્રારા ખરીદી ફરી શરૂ કરવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા અનિશ્ચિતતા ઊભી કરે છે. ફેબ્રુઆરીમાં પાકની નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેવાની ધારણા છે અને ભારતીય જીરાની નિકાસ ફરી શરૂ થઈ શકે છે.

જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરો.

Facebook
Instagram
Twitter
YouTube