Gujarat Monsoon: આ તારીખ સુધી દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. નવસારીમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ જયારે ગણદેવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

શુક્રવાર રાતથી નવસારીમાં મેઘમહેર યથાવત છે.રાતે ચીખલી અને વાંસદામાં બે ઇંચ, ખેરગામમાં એક ઈંચ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી છે.

વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. દેશના પશ્ચિમ ભાગના રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે આગામી 5 થી 7 દિવસમાં સતત વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે

ajidem

આજી-૨ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો ગમે ત્‍યારે પાણી છોડાશેઃ ચેતવણી જાહેર : રાજકોટ જિલ્લાના આજી-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્‍યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલે ઉમર્યું છે.

261707 weather effects composition 1 edited

૨ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ: નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન સહિત સંખ્યાબંધ રાજ્યોમાં પૂરપાટ આગળ વધ્યું : દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ; હવામાન ખાતાએ ૨જી જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી: નૈઋત્યનું ચોમાસુ ચોમાસું પ. રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, હરિયાણાના કેટલાક ભાગો, સમગ્ર દિલ્હી, પ. યુપીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું; એમપીના બાકીના ભાગો, છત્તીસગઢ, પ. બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ યુપીના કેટલાક વધુ ભાગોને આવરી લીધુ.

1719654826441206

ગુજરાતભરમાં પ્રચંડ વાદળો : સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં તૂટી પડશે ? રાજકોટ : આજે બપોરે પોણા બે વાગે લેવાયેલ ઇન્‍સેટ તસ્‍વીરમાં સમગ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળો ઘેરાયેલા છે. લગભગ રાજયના દરેક શહેરોમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ ચાલુ છે તો સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં મેઘરાજા તૂટી પડે તેવી સંભાવના છે.

rain 1628326773756 1628326776375

બંગાળની ખાડીમાં નવું લોપ્રેસર સર્જાશેઃ ટોચના હવામાન નિષ્‍ણાંતોની આગાહી આગામી તા. ૬-૭ જૂલાઇ આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશેઃ સંભવત્‌ ગુજરાતને અસરકર્તા રહેશેઃ પરંતુ રૂટ હજુ ફાઇનલ ન ગણાયઃ હાલમાં વરસાદનો જે રાઉન્‍ડ ચાલી રહ્યો છે તે હજુ ચાલુ જ રહેશે. પૂર્ણ થવાનો નથીઃ ટોચના હવામાન નિષ્‍ણાંતોએ આજે જણાવ્‍યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment