Ashok Patel weather forecast: ગુજરાતમાં ચોમાસુ આ ભાગોમાં વરસાદના એકથી વઘુ રાઉન્ડ, અશોકભાઇ પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Ashok Patel weather forecast: વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યં છે કે તા. ૧ થી ૮ જુલાઈ દરમિયાન ચાર-પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવશે.

તેઓએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્ર્ફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની ઉંચાઇએ છે. બીજુ યુએસી મધ્યપ્રદેશ ઉપર છે . સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ દિવસે વરસાદના રાઉન્ડ આવશે. અમુક જગ્યાએ એકથી વધુ રાઉન્ડ આવશે. તા. ૧ થી ૮ જુલાઇ દરમિયાન ચોમાસુ ચાર-પાંચ દિવસ સક્રિય રહેશે.

1લી થી 8મી જુલાઈ 2024 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી
આગાહીના સમયગાળા દરમિયાન ચોમાસું સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઘણા દિવસો સુધી સક્રિય રહેવાની ધારણા છે. વિવિધ વિસ્તારોમાં વરસાદનું કવરેજ અલગ-અલગ રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં એક કરતા વધુ રાઉન્ડ વરસાદ થવાની ધારણા છે.

મોટાભાગના સોરાષ્ટ્ર ઉપર વાદળાઓની જમાવટ: કચ્છ સોરાષ્ટ્રના સાગરકાંઠે પણ વાદળાઓ, લેટેસ્ટ ઈન્સેટ ઉપગ્રહની તસવીરમાં રાજકોટ સહિત મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર જબરજસ્ત વાદળા છવાયેલા જોવા મળે છે. ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી પણ વાદળાઓની ભારે જમાવટ જોવા મળે છે.

ગુજરાત રીઝનમાં વરસાદની મોટી ઘટ્ટ હતી તેની રીકવરીમાં ફાયદો થશે.

Leave a Comment