Onion price today: ગુજરાતમાં ચોમાસું સારા વરસાદના કારણે ડુંગળીનાં ભાવમાં તેજી આવે તેવી ધારણા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Onion price today: ડુંગળીનો બજારમાં ભાવ સ્ટેબલ હતા. ચોમાસાનો સારો વરસાદ થયા બાદ ડંગળીમાં તેજી આવે તેવી સંભાવના છે. મહુવામાં સફેદ ડુંગળીનો આ વષ એક લાખ થેલીનો સ્ટોક થયો છે અને લાલ ડુંગળીનો ૧.૫૦ લાખ થેલીનો સ્ટોક થયો હોવાનો અંદાજ છે.

ડુંગળીમાં આ વર્ષે ક્વોલિટી સારી હોવાથી હજી સુધી કોઈ બગાડ થયો નથી. આ સ્ટોકના માલ નવરાત્રી-દિવાળો સુધી આવતો રહેશે. ડુંગળીમાં નિકાસ થોડી થઈ રહી ઈ, પરંતુ કોઈ મોટી નિકાસ નથી. ડુંગળીની નિકાસ ઉપર ડ્યૂટી અને લઘુત્તમ નિકાસ ભાવ હોવાથી પેરિટી નથી.

ગોંડલમાં લાલ ડુંગળીની ૪૩૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૩૧ થી ૫૮૧ના હતા.

રાજકોટમાં ડુંગળીની ર૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૧૫ થી ૬૨૦ હતા.

મહુવામાં લાલ ડુંગળીનો ૧૩૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૧ર થી ૫૬૭ અને સફેદની ૭૫ થેલીનો આવક સામે ભાવ રૂ.૨૩૧ થી ૩૪૭ હતા.

નાશીકમાં ડુંગળીની આવકો સ્ટેબલ હતી અને ભાવ થોડા નરમ રહ્યાં હતાં. લાસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૦૦૦ થી ૩૦૭૦ હતા. જ્યારે એવરેજ ભાવ રૂ.૨૯૦૯ જોવા મળ્યાં હતાં. ગોલ્ટી કાંદાના ભાવ રૂ.૧૦૦૦ થી ૨૬૭૦ હતા ખાદ ક્વોલિટીનાં રૂ.૮૦૦ થી ર૬૦૦ હતા.

Leave a Comment