Gujarat govt scheme: પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ૨૦,૦૦૦ની સહાય, જાણો કઈ રીતે મળશે સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat govt scheme: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મૃખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માગદર્શનથી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે જેનો જાહેરાત કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાફ્તિક ઇનપૃટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકુતિક ખેતીના પોત્સાહત માટે રૂ.૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવામાં આવશે.

આ યોજના હેઠળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલેએ વધુમાં જણાવ્યું કે રસાયણ મુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ ઘટાડવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના સરકારે હાથ ધરી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પધ્ધતિને અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે.

આ યોજનાના અમલીકરણથી આગામી ૫ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે ૫૦૦૦ હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment