ગુજરાતમાં વરસાદની આગાહીના કારણે કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસ બજારમાં સુસ્ત માહોલ વચ્ચે મણે વધુ રૂ.૨૦ તૂટ્યા હતા. ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે પીઠાઓમાં કપાસની આવક ઘટી ૧.૫૨ લાખ મણ થઈ ગઇ હતી.

live commodity market news of due to rain forecast in Gujarat cotton market yard price have come down
live commodity market news of due to rain forecast in Gujarat cotton market yard price have come down

મહારાષ્ટ્ર, મેઇન લાઇન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને લોકલ મળી કપાસમાં અંદાજે ૩૦૦ ગાડીના રૂ.૧૫૮૦ – ૧૬૮૦ના ભાવે કામકાજ હતા. બ્રોકરો કહે છે કે, માવઠાની આગાહીને પગલે કામકાજ ઓછુ હતું.

જીનર્સોને અંદાજે રૂમાં ૧૫૦૦ સુધીની ડીસ્પેરિટી ચાલે છે, જેથી ખરીદીનો ઉત્સાહ મંદ છે, તે પરિસ્થિતિ વચ્ચે હાલ વૈશ્વિક સ્તરે કોવિડનો ગભરાટ વધ્યો છે, ઉપરથી માવઠાની આગાહીને પગલે કપાસ પલળવાનો ડર ઉભો થયો છે.

અનિશ્ચિત માહોલ વચ્ચે કામકાજનો ઉત્સાહ દેખાતો નથી, પીઠાઓમાં કમાસમાં મણે રૂ.૭૦૦ – ૧૭૩૦ના ભાવે સોદા પડ્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment