ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ હોવાથી લસણની બજારમાં સરેરાશ સુધારાનો કરંટ દેખાય તેવી સંભાવનાં દેખાય રહી છે. લસણની આવકો હાલ તમામ સેન્ટરમં ઓછી છે. ખેડૂતો પણ હવે નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી, જેમને વેચાણ કરવું હતું એવા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વધેલું લસણ વેચાણ કર્યું છે.

today commodity live news of due to winter season start agriculture in Gujarat garlic market price improve
today commodity live news of due to winter season start agriculture in Gujarat garlic market price improve

આ વર્ષે લસણનાં વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ વધારે જ થાય તેવી સંભાવનાં છે. સરકારનાં છેલ્લા આંકડાઓ મુજબ રાજ્યમાં લસણનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૬૧ ટકા વધીને ૧૭ હજાર હેકટર ઉપરનું વાવેતર થયું છે. આમ વાવેતર દોઢા જેવા થાય તેવી સંભાવનાં હાલ દેખાય રહી છે.

ગોંડલમાં લસણનાં આજે ત્રણેક હજાર બોરીની આવક હતી, પંરતુ વેપાર ૭૦૦ થી ૮૦૦ ગુણીનાં વેપાર હતા અને ભાવ રૂ.૨૦૦ થી ૪૫૦નાં હતાં. બહુ સારો સુપર માલ હોય તો રૂ.૫૦૦ થી ૭૫૦ સુધીનાં ભાવ અમુક વકલમાં હતાં.

રાજકોટમાં ૫૦૦ ભારીની આવક સામે ભાવ રૂ.૧૮૦ થી ૪૩પનાં ભાવ હતાં.

જામનગરમાં ૫૦૦થી ૬૦૦ દાગીનાની આવક હતી અને ભાવ ૨૦ કિલોના રૂ.૨૫૦ થી ૫૦૦નાં ક્વોટ થતાં હતાં. જામનગરમાં વાવેતર ગત વર્ષ જેવા જ અથવા તો થોડો વધારો થયો હોવાની વાત ટ્રેડરો કરી રહ્યાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment