Gujarat weather forecast report: વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા. ૯ થી ૧ર જૂલાઇ સુધીની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે હાલ તો રાજયમાં સાર્વત્રીક વરસાદની શકયતા ઓછી છે. આગાહીમાં સૌરાષ્ટ્રમાં કરતાં ગુજરાત રીઝનમાં વરસાદ વધુ જોવા મળશે. અમુક દિવસે અમુક જગ્યાએ છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે.
સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી, ૧પમી સુધી અમુક દિવસે અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ તો આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસશેઃ અશોકભાઇ પટેલ….
મુખ્ય મુદ્દાઓ
મુખ્ય મુદ્દાઓ:
ગુજરાતમાં સાર્વત્રીક વરસાદની શકયતા
તેઓએ જણાવેલ કે વરસાદ માટે મુખ્ય પરીબળો આ મુજબ છે. ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તરોગઢ, મંડળ, રાયપુર, કલીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળની ખાડી તરફ ૩.૧ કિ. મી. ઊંચાઇ સુધી છે. ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.
પશ્ચિમ બંગાળની ખાડીની સમીપતા
એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે ૩.૧ કિ. મી. થી ૭.૬ કિ. મી. સુધી છે અને વધતી ઉંચાઇએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. એક શિયર ઝોન ૧૮ ડીગ્રી નોર્થ પર ૪.પ કિ.મી.થી ૭.૬ કિ. મી. ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઇએ દક્ષિણ તરફ ઝૂકે છે. એક યુએસી મધ્ય ગુજરાત પર ૪.પ કિ. મી. ઉંચાઇએ છે.
આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય. સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો તો ગુજરાત રીજનમાં વરસાદ વધુ રહેશે, તા. ૧૧ થી ૧૩ પવનનું જોર વધુ રહેશે.
અશોકભાઈ પટેલની આગાહી
વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ ૯ થી ૧પ જૂલાઇ ર૦ર૪ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સમગ્ર ગુજરાત રાજયમાં સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી છે. આગાહી સમયમાં સૌરાષ્ટ્ર – ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે ઝાપટા-હળવો, મધ્યમ વરસાદ અને આઇ સોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે.
ગુજરાતમાં વરસાદની શકયતા
વરસાદની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધઘટ જોવા મળશે. જેમાં ગુજરાત રિજીયનમાં વધુ રહેશે કે જયાં એક બે દિવસ વધુ ભારે વરસાદની શકયતા છે. તા. ૧૧ થી ૧૩ જુલાઇ દરમિયાન પવનનું જોર વધુ રહેશે.