Groundnut price today: સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી અનેક વિસ્તારમાં મગફળીની વાવણી શરૂ, જાણો 1 મણના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Groundnut price today: મગફળીની બજારમા ભાવ મજબૂત રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થઈ ગયો હોવાથી ગામડે-ગામડે હવે મગફળીના વાવેતર શરૂ થઈ ગયા છે. ગોંડલ જેવા કેટલાક વિસ્તારમાં હજી વાવણીલાયક વરસાદનો અભાવ છે, પંરતુ આગામી દશેક દિવસમાં તમામ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી ધારણાં છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનો આગાહી કરી છે.

મગફળીમાં વેચવાલીને પણ થોડો બ્રેક લાગી શકે છે. ગોંડલમાં આજે માત્ર ૧૦ હજાર બોરી જ નવી મગફળીની આવક હતી. મગફળીમાં ડિમાન્ડ સારી ક્વોલિટીમાં હોવાથી રૂ.પ થી ૧૦ સુધર્યા પણ હતાં. આ તરફ યુ.પી.ની મગફળીની આવક હવે વધે તેવી ધારણા છે, જેની અસર પણ બજાર ઉપર જોવા મળશે.

ડીસામાં ૩૮ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ-૧૦૨૧ થી ૧૪૧૧ હતા.

હિંમતનગરમાં ર૦૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૨૬૦ થી ૧૬૦૨ હતા.

રાજકોટમાં ૬૫૦૦ ગુણીની આવક હતી. ભાવ જી- ૨૦માં રૂ.૧૧૬૦ થી ૧૨૩૦, સુપરમાં રૂ.૧૨૩૦ થી ૧૨૬૫ હતા. ૩૯ નંબરમાં એવરેજ રૂ.૧૦૫૦ થી ૧૧૪૦, સુપરમાં રૂ.૧૧૪૦ થી ૧૧૭૯ ન બીટી ૩રમાં રૂ.૧૧૬૦ થી ૧૨૦૦, સુપરમાં રૂ.૧૨૧૦ થી ૧૨૩૦ હતા. ર૮ નંબર એવરેજ રૂ.૧૧૩૦ થી ૧૧૯૦, સુપર માલ રૂ.૧૧૯૦ થી ૧૨૧૦ હતાં. નવીની આવક નહોતી.

ગોંડલમાં ૧૦ બજાર ગુણોની આવક હતી અને ૧૩ થી ૧૪ હજાર ગુણના વેપાર હતા. ભાવ જુનીમાં જી-૨૦મા રૂ.૧૧૫૦ થી ૧૩૦૦, બીટી ૩રમાં રૂ.૧૧૭૫ થી ૧૩૩૧ હતા. નવીના ૧૦૦૦ ગુણીના વેપાર હતા અન ભાવ રૂ.૧૧૦૦ થી ૧૩૦૦ હતા. જેમાંથી એક ગાડીના વેપાર હતા જે રૂ.૧૧૩૫ થી ૧૧૭૬ વચ્ચે થયા હતા.

Leave a Comment