Gujarat weather forecast Today: ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat weather forecast Today: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજયમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાંબરકાંઠા, અરવલ્લી, સહિતના ભાગોમાં અને અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજયમાં હજુ પણ આગામી દિવસોમાં રાજયના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમા તારીખ ૬ જુલાઈ અને ૮ જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજયના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ૬ તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી તારીખ ૮ થી ૧૬ તારીખ સુધીમાં રાજયના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજયના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. જયારે અષાઢી પાંચમે રાજયના ભાગોમાં વિજળી થવાની શક્યતા રહેશે.

અષાઢી બીજે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજયમાં અષાઢી બીજે વાદળો છવાયેલા રહેશે અને છાટા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અષાડી બીજે અમી છાંટણા થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમી છાંટણા થવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment