મગફળી વેચવાલીના કારણે આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

સોમવારે મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો સુધારો થયો હતો. હાલ ગોંડલ અને રાજકોટમાં જ્યારે આવકો ખોલે ત્યારે સારી આવક થાય છે, એ સિવાયનાં સેન્ટરમાં આવકો હવે ઘટવા લાગી છે.

live agri commodity market news of peanut sales to declined income agriculture in Gujarat groundnut market price hike
live agri commodity market news of peanut sales to declined income agriculture in Gujarat groundnut market price hike

હાલ ઉત્તર ગુજરાતમાં પણ આવકો ઘટી છે પરંતુ દશેક દિવસમાં ત્યાં આવકો સાવ ઘટી જાય તેવી ધારણાં છે. હાલ ડીસા-હિમતનગર જેવા સેન્ટરોમાં ૧૦ હજાર ગુણીની ઉપરની આવક છે, જે આગામી દિવસોમાં ઘટી જશે.

ગોંડલમાં ૩૦થી ૩૨ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧રર૧ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૫૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

રાજકોટમાં એક લાખ ગુણીની આવક હતી અને વેપારો ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૨૦ થી ૧૨૬૫, ર૪ નં. મઠડીમાં રૂ.૧૦૭૦ થી ૧૧૪૭૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૪૦ થી ૧૧૩૦, ૩૯ નંબરમાં રૂ.૬૫૦ થી ૧૦૮૦, જી-ર૦માં રૂ.૧૦૬૦ થી ૧૧૬૪૦, બીટી ૩૨ રૂ.૧૦૫૦ થી ૧૧૭૫નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૨૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં.

હિંમતનગર ૧૨ થી ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૧૦૫ થી ઊંચામાં ૧૬૦૩નાં ભાવ હતાં.

ડીસામાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૨૦ થી ઊંચામાં ૧૩૦૭નાં ભાવ હતાં.

Leave a Comment