વેશ્વિક ઘઉંમાં મજબૂતાઈનો માહોલઃ સ્થાનિક બજારમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વૈશ્વિક ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે મલ્ટીનેશનલ કંપનીઓની નિકાસ માટે લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. જોકે ઘરઆંગણે આજે પીઠાઓ કે ફ્લોર મિલોનાં ભાવ સરેરાસ ટકેલા રહ્યાં હતાં.

મલ્ટીનેશનલ કંપનીઓએ ઘઉંની ખરીદીનાં ભાવમાં રૂ.૧૦નો વધારો કર્યો

આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી વધે તેવી ધારણાં છે અને ભાવ સુધરી પણ શકે છે. વાવેતરનાં આંકડાઓ હવે પંદરેક દિવસમાં સ્પષ્ટ થઈ જવાની ધારણાં છે.

રાજકોટમાં ઘઉંની ૧૦૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં એક નંબરમાં રૂ.૩૩૫થી ૩૪૨ અને બે નંબરમાં રૂ.૩૨૭થી ૩૩૦નાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ.૩૪રથી ૩૫૦ અને બેસ્ટમાં રૂ.૩૫૦થી ૩૮૦નાં ભાવ હતાં.


ગોંડલમાં ઘઉંની ૧૮૦૦ ગુણીની આવક હતી અને લોકવન ઘઉંના ભાવ માં રૂ.૩૧૦થી ૪૦૦ અને ટૂકડામાં રૂ.૩૦૮થી ૪૨૮નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ઘઉની ૩૫૦૦ ગુણીની આવક હતી. ભાવ મિલબરમાં રૂ.૩૨૦થી ૩૩૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩૩૦થી ૩૫૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૬૦થી ૩૯૦નાં ભાવ હતાં.


વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ આજે મજબૂત હતા. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ગઈકાલનાં બંધની તુલનાએ 2.25 સેન્ટ વધીને 6 ડોલર(રૂ.441.64) પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યા હતાં.

ઘઉનાં ભાવમાં જો 6 ડોલર(રૂ.441.64) ની સપાટી તુટશે તો વધુ ઘટાડો થઈ શકે છે, પરંતુ જો આ સપાટી ઉપર ભાવ ટકી રહેશે તો આગળ ઉપર વધુ સુધારો જોવા મળી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment