મગફળી માં ખેડૂતો ગામડે બેઠા મક્કમ હોવાથી ભાવમાં મજબૂતાઈ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની પીક સિઝન હવે પૂરી થવામા છે અને ગામડે બેઠા ખેડૂતો નીચા મગફળીનાં ભાવ થી ન વેચાણ કરવા માટે મક્કમ છે, જેને પગલે વેચવાલી યાર્ડોમાં પણ ઓછી છે અને મિલ ડિલીવરીનાં વેપારો પણ નીચા ભાવથી થત્તા નથી.

મગફળીનાં ભાવ મોટા ભાગનાં પીઠાઓમાં શનિવાર રૂ.૧૦ થી રપ સુધી સુધર્યા

બીજી તરફ લુઝ વધ્યું હોવાથી મગફળીનાં ભાવમાં શનિવારે સરેરાશ ક્વોલિટી પ્રમાણે રૂ.૧૦ થી રપ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. સારી ૬૬ કે ૯ નંબર જેવી બિયારણ ક્વોલિટીમાં હવે સારા માલો બજારમાં આવતા નથી, પરિણામે તેની ઉપલી રેન્જ હવે ઘટી ગઈ છે.


ગોંડલમાં ર૪થી રપ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૯૦૦થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૨૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૦૦થી ૯૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ૧૧ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦થી ૧૦૧૫, ૨૪ નં. રોહિણીમાં રૂ.૮૮૦ થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૮૦ થી ૧૦૯૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૯૩૦ અને ૯૯ નં.માં રૂ.૬૩૦ થી ૯૮૦નાં ભાવ હતાં. નવી મગફળીની આવકો રવિવારે શરૂ કરી હતી.


જામનગરમાં ૫૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૭૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૬૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૪૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૦૦થી ૧૧૯૬, જી-પમાં રૂ.૬૮૦થી ૧૧૨૨ અને જુ-૨૦માં રૂ.૮૬ર થી ૧૦૬૯નાં ભાવ હતાં. હળવદમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૦૩૬નાં ભાવ હતાં.


ડીસામાં ૩૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૫૧નાં હતાં. હિંમતનગરમાં ૪ હજાર ગુણીની મગફળીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦ થી ૧૨૯૭નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment