ડુંગળીમાં વેચવાલી વધતી ઊંચી સપાટીથી ભાવમાં ધરખમ ઘટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીમાં આવકો વધી રહી હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. નાશીક અને ગુજરાતમાં વિવિધ મંડીઓમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જેને પગલે સરેરાશ બજારમાં મણે રૂ.૧૫૦નો ઘટાડો જોવા મળ્યો હતો.

નાશીકમાં પણ નવી ડુંગળીના ભાવ ઘટીને રૂ.૧૦૦૦ સુધી પહોંચ્યાં

સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૭૦૦ સુધી પહોંચ્યાં હતાં, જે હવે ઘટીને રૂ.૫૫૦ સુધી પહોંચ્યા છે.


રાજકોટમાં ડુંગળીની એક હજાર ક્વિન્ટલની આવક હતી અને ડુંગળીના ભાવ રૂ.૨૮૦થી ૫૫૦૦નાં હતાં. જ્યારે ગોંડલમાં ૩૦૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૧થી ૫૮૧નાં હતાં.

મહુવામાં લાલ ડંગળીની પ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૨રથી ૫૬૭ અને સફેદની ૩૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૮૪૦નાં હતાં.


નાશીકમાં જૂની ડુંગળીનાં ભાવ રૂ.૧૨૦૦ થી ૩૧૫૦ અને નાશીકમાં નવી ડુંગળીનાં ભાવ રૂ.૮૦૦થી ૨૩૦૦નાં ભાવ હતાં. મોડલ ભાવ રૂ.૧૬૫૦ બોલાતાં હતાં, જે સપ્તાહ પહેલા રૂ.૨૩૦૦ સુધીનાં ભાવ હતાં. નાશીકમાં પાંચેક દિવસ મંડીઓ બંધ રહ્યાં બાદ બે દિવસથી ફરી શરૂ થઈ છે.

Leave a Comment