મગફળી ખેડૂતોને હજુ એક મહિનો રાહ જોવાથી જ સારા ભાવ મળશે!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીના ભાવ સડસડાટ ઘટી ગયા બાદ વિતેલા સપ્તાહના અંતે છેલ્લા બે દિવસમાં ભાવ ઘટતાં અટકીનો થોડા સુધર્યા છે. સીંગતેલ અને સીંગદાણાના ભાવ પણ થોડા સુધર્યા હતા.

મગફળીના ભાવમાં હાલ એકાદ મહિનો કોઈ મોટી તેજી થવાની શકયતા નથી. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન-ઉત્તરપ્રદેશની મગફળીની આવકનું દબાણ હજુ બે થી ત્રણ અઠવાડિયા ચાલુ રહે તેવું લાગી રહ્યું છે.

વળી ચીનની સીંગતેલમાં હાલ કોઈ ડીમાન્ડ નથી તે જ રીતે સીંગદાણામાં પણ વિદેશી ખરીદદારોની ડીમાન્ડ હાલ થોડી ઓછી છે. સીંગદાણા અને સીંગતેલના અગાઉના નિકાસ વેપારના પૈસા છૂટતાં હજુ સમય લાગી જશે.


નવા વેપારો માટેની ખરીદી હાલ આ ભાવે આવવી મુશ્કેલ દેખાય છે. આ ભાવથી થોડા ઘટશે ત્યારબાદ જ નવી ખરીદી બજારમાં જોવા મળશે. નવી ખરીદી ચાલુ થયા બાદ જ્યારે આવકો એકદમ તમામ સેન્ટરોમાંથી એટલે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ દરેક વિસ્તારના સેન્ટરમાં આવક એક સાથે ઘટશે ત્યારે જ મગફલીના ભાવ એક સાથે સુધરશે જેને માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે.

તા.૧૪મી જાન્યુઆરી પછી એક સાથે બધા જ સેન્ટરોમાંથી મગફળીની આવક ઘટશે અને જુના વેપારોના પૈસા પણ નિકાસકારોના હાથમાં આવી ગયા હશે અને ચીનની લૂનાર નવા વર્ષ પછીની સીંગદાણા અને સીંગતેલની ખરીદી પણ તા.૧૪મી જાન્યુઆરી પછી ચાલુ થશે ત્યારે મગફળીના ભાવ સુધરવાની શકયતા છે.


આથી જે ખેડૂતોને હજુ એક મહિનો મગફળી વેચે નહીં તો ચાલી શકે તેમ નથી તેઓએ હાલ મગફળી વેચવાથી દૂર રહેવું જોઇએ પણ જેમને મગફળીના ભાવ વધવામાં વિશ્વાસ નથી અને પૈસાની તાત્કાલિક જરૂર છે તેઓએ મગફળી વેચીને રોકડી કરી લેવી જોઈએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment