Soybean price Today (સોયાબીન નો ભાવ આજનો): દિવાળીના તહેવારો અગાઉ પ્લાન્ટોની ખરીદી વધતાં સોયાબીનના ભાવમાં શક્રવારે મજબૂતી ટકેલી હતી વળી કિતી ગ્રુપ સોયાબીનની ખરીદી માટે ફોરવર્ડ ભાવ કાઢતાં અને કેટલાંક રાજ્યોમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ચાલુ થઇ જતાં સોયાબીનમાં મજબૂતી જળવાયેલી હતી.
મુખ્ય મુદ્દાઓ
ગુજરાતમાં સોયાબીનની બજાર
સોયાબીનના અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે દેશભરમાં હવે ઉઘાડ નીકળ્યો હોઇ ખેડતો હવે ખેતરમાંથી સોયાર્બીન ઉપાડીને ગોડાઉનમાં કે ઘરમાં ભરી દેશે તેમજ દિવાળી બાદ દરેક રાજ્યમાં સરકારની સોયાબીનની ખરીદી ચાલુ થશે ઉપરાંત પડતર બેસે કે ન બેસે પ્લાન્ટોમાં ક્રશીંગ ફલ ફોર્સમાં ચાલુ થઇ જશે આથી દિવાળી પછી સરકારની ખરીદીનો વેગ અને ખેડૂતોની પક્કડ કેવી રહે છે? તેની પર સોયાબીનની માર્કેટનો આધાર રહેશે.
જુનાગઢમાં સોયાબીનના ભાવ
જુનાગઢમાં શુક્રવારે ૯૦૦૦ કટ્ટાની આવક હતી અને તેની સામે વેપાર ૯૨૦૦ કટ્ટાના થયા હતા. જુનાગઢમાં ૯૦૦૦ કટ્ટાના વેપારમાં ૮૬૦૦ થી ૮૭૦૦ કટ્ટા નવા સોયાબીનના અને ૩૦૦-૪૦૦ કટ્ટા જુનાના વેપાર થયા હતા. જુનાગઢ યાડમાં જુના સોયાબીનના ભાવ રૂ.૮૮૦ થી ૮૯૦ સુધી બોલાયા હતા.
સૌરાષ્ટ્રમાં સોયાબીનના ભાવ
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી ઉઘાડ નીકળ્યો હોઈ નવા સોયાબીનમાં પણ હવે સુકા માલોની આવક થવા લાગતાં ૧૨ ટકાથી ઓછી મોક્ષ્ચરવાળા નવા સોયાબીનના રૂ.૮૫૦ થી ૮૭૦ બોલાયા હતા જ્યારે વધારે મોક્ષ્ચરવાળાના રૂ.૭૦૦ થી ૮૪૦ સધી ભાવ બોલાયા હતા. બિલ્ટીમાં ૧૦ ટકા મોક્ષ્યરની શરતે જુના કે નવા રૂ.૪૪૦૦ થી ૪૪રપ સુધી ભાવ બોલાયા હતા. શુક્રવારે તમામ પ્લાન્ટોએ ભાવ મજબૂત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં સોયાબીનના ભાવ
મહારાષ્ટ્રમાં કિતી ગ્રુપે રેડી-રેડી સવારે રૂ.૪૭૫૦ કાઢયા હતા પણ બપોરે રૂા.રપ ઘટાડીને રૂ.૪૭૨૫ કયા હતા. કિર્તી ગ્રુપે ઓલ ડિસેમ્બર ડિલિવરીના રૂ.૪૮૦૦ અને ઓલ જાન્યુઆરી ડિલિવરીના રા. ૪૯૦૦ કાઢ્યા હતા. લાતૂરના પ્લાન્ટોના ર્.૪૭૦૦ થી ૪૭૨૫, ધુલિયા-નંદુરબાર લાઈનના રૂ.૪૬૫૦ થી ૪૬૭૫ અને રાજસ્થાનના જુદા જુદા પ્લાન્ટોના રૂ.૪૭૨૫ થી ૪૮૦૦ સુધીના ભાવ બોલાયા હતા.
દેશમાં સોયાબીનની બજાર
દેશમાં સોયાબીનના ક્રશીંગમાં પ્રતિ ટન રૂ.૨રપની પેરિટિ હતી જે અગાઉના દિવસે રૂ.૧૩૫ની ડિસ્પેરિટિ હતી. એક જ દિવસ ડિસ્પેરિટિ રહ્યા બાદ ફરી સોયાબીનના ક્રશીંગમાં પેરિટિ જોવા મળી છે. સોયાબીનની આવક દેશમાં શુક્રવારે યથાવત ૮.૭૫ લાખ ગુણીએ રહી હતી જે અગાઉના દિવસે ૮.૭૫ લાખ ગુણીની હતી.