Gujarat લઘુતમ ટેકાના ભાવે ખરીદી તુવેર, ચણા અને રાયડાના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચાણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો.

મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 પાકની MSP (ટેકાના ભાવમાં) વધારો કર્યો.

ચણા ના ટેકાના ભાવ 2024, ચણાની ટેકાના ભાવે ખરીદી, teka na bhav online registration gujarat, tekana bhav gujarat, chana online registration gujarat, chana tekana bhav gujarat, tuvar teka na bhav, rayda tekana bhav registration, raydo tekana bhav gujarat

ટેકાના ભાવ એ શું છે

ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી શકે એને MSP કેવાઈ (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી થઈ છે એના માટે પેલા તમારે નોધણી કરવાની હોય છે.

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે.

ટેકાના ભાવ ખરીદી તારીખ

ખેડૂતો માટે ગુજરાત રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રાજ્યમાં 18 માર્ચ, 2024 થી 90 દિવસ સુધી ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે.

તુવેર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન

આગામી તારીખ: ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી  ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં સરકાર દ્વારા Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં ખેડૂતમિત્રોને તુવેર ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી નીચે મુજબ છે. જેમાં સરકાર દ્વારા તુવેરની લઘુતમ ટેકાના ભાવે ખરીદી રૂ.૭૦૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે.


ચણા ટેકાના ભાવ રજીસ્ટ્રેશન

નોંધણીનો સમયગાળો તારીખ: ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી  ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં સરકાર લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે. Minimum support price એટલે કે લઘુતમ ચણાના ટેકાના ભાવે ખરીદી રૂ. ૫૪ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. ચણાની ટેકાની ખરીદી ખેડૂતદીઠ 125 મણ એટલેકે 2500 કિલો ખરીદી કરવાની જાહેરાત કરી છે.

રાયડા ટેકાના ભાવ રજીસ્ટ્રેશન

નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. ઓપરેટર દ્વારા તારીખ: ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી  ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કરવામાં આવશે. રાયડાની ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે. લઘુતમ રાયડાની ટેકાના ભાવે ખરીદી રૂ. પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે.

કેવીરીતે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૨ માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.


ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજ

  1. આધાર કાર્ડની નકલ,
  2. મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ,
  3. ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,
  4. પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખર્ચ

લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી થશે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ

આગોતરી નોંધણી માટે – N.I.C. ના પોર્ટલ http//ipds.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


નોંધણી વખતે ધ્યામાં રાખવાની બાબત

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment