ચાલું વર્ષે એરંડામાં વાવેતર અને ઉત્પાદન માં ઘટાડો નોંધતા એરંડાના ભાવ આસમાને

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં એરંડા ઉગાડતા પ્રદેશોમાં ચોમાસું મધ્યમ થી સારું રહ્યું છે. પરેતુ, ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન એરંડાનો વાવેતર વિસ્તાર ૮.૦૬ લાખ હેકટર જેટલો અંદાજવામાં આવે છે, જે ગત વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮.૪૨ લાખ હેકટર હતો. જેનું મુખ્ય કારણ ગત વર્ષે એરંડાનો ભાવ અપેક્ષા કરતા નીચા રહ્યા હતા.

સન ૨૦૧૯-૨૦માં દેશમાં ૧૮.૪૨ લાખ ટન જેટલા ઊંચા ઉત્પાદનને લીધે પણ ભાવ દબાયેલા રહેલ હતા. ભારતમાં વર્ષ ૨૦૨૦-૨૧માં એરંડાનું ઉત્પાદન ૧૬.૪૭ લાખ ટન થયું હતું, જે ઘટીને ચાલું વર્ષે ૧૫.૦૮ લાખ હેક્ટર જેટલું થવાનો અંદાજ છે.

તેથી એરંડાનો ભાવ જે સપ્ટેમ્બર, ૨૦૨૦ માં ગુજરાતની વિવિધ બજારોમાં મણનાં રૂ. ૮૦૦ જેટલો હતો, તે વધીને માર્ચ, ૨૦૨૧ માં મણનાં રૂ.૬૯૨૦ અને આગળ નવેમ્બર, ૨૦૨૧ માં રૂ.૧૨૮૦ જેટલો થયેલ હતો.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ખેડૂતોને સલાહ કે સંગ્રહ કરી એપ્રિલ, ર૦રર પછી વેચાણ કરવા નિર્ણય કરી શકાય…

ત્યારબાદ ભાવ સહેજ ઘટ્યા, જો કે ચાલું વર્ષે નિકાસમાં વધારો થતા અને વાવેતર અને ઉત્પાદન માં ઘટાડો નોંધતા, ફેબ્રુઆરી, ૨૦૨૨ માં એરંડાનાં ભાવ વધીને મહતમ સપાટી એ મણનાં રૂ. ૧૪૦૦ જેટલા પ્રવર્તમાન છે. જે કાપણી સમયે મજબૂત, આ સ્તરથી વધારા તરફી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ચાલું વર્ષ ૨૦૨૧- રરમાં એરેડાનું વાવેતર અંદાજે ૬.૫૨ લાખ હેક્ટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ જેટલું જ છે, અને ઉત્પાદન ગયા વર્ષનાં ૧૩.૪૫ લાખ ટનની સરખમણીએ આ વર્ષે સહેજ ઓછું ૧૩.૦૩ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે. ચાલું વર્ષે પાકની સ્થિતિ સામાન્ય રહી છે, જેથી ઉત્પાદન પણ સામાન્ય રહેશે.

રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં ગયા વર્ષ કરતા આ વર્ષે વાવેતરનો વિસ્તાર ઓછો હોવાનો અંદાજ છે, પરંતુ રાજસ્થાનમાં પણ પાકની સ્થિતિ સામાન્ય જ રહી છે. દેશમાંથી એરંડાના તેલની ત્તિકાસ વર્ષ ૨૦૧૯-૨૦ માં ૫.૯૪ લાખ ટન જેટલી થયેલ, જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬.૮૭ લાખ ટન થયેલ.

ચાલું વર્ષે પણ એપ્રિલ, ૨૦૨૧ થી જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં લગભગ ૫.૬૦ લાખ ટન દિવેલની નિકાસ થયેલ છે અને માર્ચ સુધીમાં તે ગયા વર્ષ જેટલી થવા સંભવ છે.

એરંડાના તેલના વિવિધ ઉત્પાદનોની નિકાસ અને ઘરેલું વપરાશ લગભગ ૧.૫ લાખ ટન થવાની ધારણા છે. આ માટે આશરે ૧૯ લાખ ટન એરંડાનું પિલાણ કરવાની જરૂરીયાત રહેશે. આ સૂચવે છે કે, ચાલું વર્ષનું ઉત્પાદન તેલની માંગ કરતાં ઘણું જ ઓછું થશે. વેપારીઓ અને ખેડૂતો પાસે પાછલા વર્ષનો સંગ્રહ કરેલ જથ્થો નહિવત છે.

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવસિટી, જૂનાગઢની સંશોધન ટીમે પાટણ માર્કેટિંગ યાર્ડનાં દિવેલાનાં એતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે, કે એરંડાનો ભાવ માર્ચ થી એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન કાપણી સમયે મણનાં રૂ.૧૩૬૦ થી ૧૫૦૦ (ક્વિન્ટલ દીઠ રૂ.૬૮૦૦ થી ૭૫૦૦) જેટલા રહેવાની સંભાવના છે.

ખેડૂતભાઈઓ ઉપરોક્ત પરિસ્થિતિની નોંધ લઈ પોતાની રીતે નિર્ણય કરી અનૂકુળતા મુજબ એરેડાનો સંગ્રહ કરી, એપ્રિલ, ૨૦૨૨ પછી વેચાણ કરવાનો નિર્ણય લઈ શકે છે. રાજ્યની વિવિધ બજારોમાં ખૂબજ વધારે આવકના કિસ્સામાં જો ભાવ આ સ્તરથી નીચે જાય તો, જે ખેડૂતત્તે સંગ્રહ કરવાનું પોસાય તેમ ન હોઈ તેઓ સુધારા માટે થોડા દિવસો રાહ જોઈ શકે છે.

તમારે જો નિકાસની સારી તકો જળવાઈ રહેશે, તો ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment