સૌરાષ્ટ્ર મગફળીનાં ભાવમાં ઉછાળો આવતા મગફળીની આવકોમાં મોટો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીનાં ભાવમાં ગત સપ્તાહે સરેરાશ રૂ.૭૦ થી ૮૦નો મણે ઉછાળો આવી ગયો હોવાથી ખેડૂતો પણ તેજીનો લાભ લઈને બજારમાં મોટા પાયે માલ ઠાલવી રહ્યા છે. જેને પગલે ગોંડલ અને રાજકોટમાં સોમવારે મગફળીની આવકો સામાન્યની તુલનાએ બમણાંથી પણ વધુ આવક થઈ હતી.

અને મગફળીનાં ભાવમાં અમુક ક્વોલિટીમાં રૂ.૨૦ ઘટ્યાં હતાં. સીંગતેલ અને ખોળનાં ભાવ મજબૂત હોવાથી મગફળીમાં હાલ મોટો ઘટાડો થાય તેવું લાગતું નથી, પરંતુ જો આવીને આવકો આવકો બે દિવસ આવતો તેજી પાણીમાં બેસી જાય તેમ છે તેમ એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું.

રાજકોટમાં મગફળીની ૧૮ હજાર ગુણી અને ગોંડલમાં ૪૦ હજાર ગુણીની અવાક નોંધાઈ…

ગોંડલમાં ૪૦ હજાર ગુણીની આવક હતી અને ૨૮ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૨૪૦ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને ર૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૪૦વનાં ભાવ હતાં.

રાજકોટમાં મગફળીની ૧૮થી ૧૯ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા જ હતાં. ભાવ ર૪ નં. રોહીણીમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦, ૩૯ નં.માં રૂ.૬૮૦થી ૧૦૫૦, જી-૨૦માં રૂ.૧૦૫૦થી ૧૨૧૫, બીટી ૩રમાં રૂ.૧૦૫૦થી ૧૧૭૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં મગફળીની એક હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૯૪ થી ૧૩૬૦નાં ભાવ હતાં.

ડીસામાં ૨૭૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૪૧ થી ૧૦૫૫નાં ભાવ હતાં.

સીંગદાણાનાં ભાવમાં મજબૂતાઈ હતી. કોમર્શિયલ દાણામાં શિવરાત્રીની ઘરાકોનાં પગલે ભાવમાં ટને રૂ.૫૦૦નો સુધારો જોવા મળ્યો હતો. દાણામાં વેચવાલી પણ ઓછી છે. કપચીનાં ભાવ પણ રૂ.૧૬૦૦ સુધી પહોંચી ગયાં છે, પરિણામે સરેરાશ દાણાની બજારમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment