Groundnut price: મગફળી ના ભાવ આ વર્ષે ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના : કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. ચાલું વર્ષે વરસાદની વહેચણી ખુબજ અનિયમિત રહેલ છે.

જુલાઈ મહિનામાં એકધારો અને વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સષ્ટેમ્બર મહિનાના પહેલા પખવાડિયા સુધી સાવ શુષ્ક આબોહવા રહી, જેથી પાકને નુક્શાન થયેલ છે. ગુજરાતમાં ચાલું વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન ૩૯.૯૨ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે જે ગત વર્ષે ૪૪.૦૮ લાખ ટન જેટલું હતું. (પ્રથમ આગોતરા અંદાજ તા.૨૧-૦૮-૨૦૨૩).

ભારત કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ અને ગુજરાત જૂનાગઢ કૃષિ યુનીવર્સટીનાં સંશોધનનું તારણ : મગફળી ના ભાવ આ વર્ષે ભાવ રૂ.રૂ. ૧૩૪૦ થી ૧૪૮૦ વચ્ચે રહેવાની સંભાવના…

દેશમાં ચાલું વર્ષે ખરીફ મગફળી હેઠળનો વિસ્તાર ગત વર્ષ કરતાં ઓછો અંદાજે ૪૩.૯૧ લાખ હેક્ટર જેટલો છે, : જે ગત વર્ષે ૪૫.૫૩ લાખ હેક્ટર જેટલો હતો, અને ઉત્પાદન : પણ ઓછું અંદાજે ૮૦ લાખ : ટન જેટલું થશે, જે ગત વર્ષે : ૮૫ લાખ ટન જેટલું હતું. જેનું મુખ્ય કારણ મગફળીનું વાવેતર : કરતા રાજ્યોમાં વરસાદની : અનિયમિતતા છે.

દેશમાંથી ચાલું વર્ષે ૬.૬૯ લાખ ટન જેટલી મગફળી (સિંગદાણા)ની નિકાસ થયેલ જે ગત વર્ષે ૫.૧૪ લાખ ટન હતી અને ચાલું વર્ષે અંદાજીત ૬ લાખ ટન જેટલી નિકાસ થશે. તે ઉપરાંત, વર્ષ ૨૦ર૨-૨૩માં અંદાજીત ૧.ર૪ લાખ ટન સીંગતેલની નિકાસ થયેલ. આથી મગફળીના ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦રર-૨૩માં મણના રૂ. ૧૨૪૦ની આજુબાજુ હતાં, જે સતત વધીને ફેબ્રુઆરી ૨૦૨૩, માં મણના રૂ. ૧૩૫૦ જેટલા થયા અને આગળ જુલાઈ ૨૦૨૩માં મણના રૂ. ૧૪૭૫ થયા.

હાલ ગુજરાતની વિવિધ બજારોમાં મગફળીનો ભાવ મણના રૂ.૧૩૫૦ જેટલો પ્રવર્તમાન છે, જે કાપણી સમયે હાલની સપાટીએ મજબુત રહેવાની શક્યતા છે. સને ૨૦૨૩-૨૪ માટે ભારત સરકારશ્રીએ મગફળીનો ટેકનો ભાવ મણ દીઠ રૂ. ૧૨૭૫.૪૦ (ક્વિન્ટલ દીઠ રૂ. ૬૩૭૭) નક્કી કરેલ છે, જે ગત વર્ષે મણના રૂ. ૧૧૭૦ હતાં.

ગત વર્ષ ર૦૨૨-૨૩ દેશમાં તેલીબિયાનું કુલ ઉત્પાદન આશરે ૪૧૦ લાખ ટન થયેલ હતું. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૮ ટકા વધારે હતુ. વર્તમાન ખરીફ તેલીબિયાનું ઉત્પાદન ૨૬૦ લાખ ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષ જેટલું છે. વર્ષ ૨૦૨૨-૨૩ દેશમાં દેશમાં ખાધતેલની આયાત ૧૫૭ લાખ ટન થયેલ હતી. જે ગત વર્ષ ૨૦૨૧-રરમાં ૧૪૩ લાખ ટન થયેલ હતી. ચાલું વર્ષે એપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં દેશમાં ૮૫ લાખ ટન જેટલા ખાધતેલની આયાત થયેલ છે.

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનીવર્સટી જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં મગફળીના એતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ તારણ મુજબ એવું અનુમાન છે કે, મગફળીનો ભાવ નવેમ્બર થી ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન મણનાં રૂ. ૧૩૪૦ થી ૧૪૮૦ (ક્વિન્ટલ દોઠ રૂ. ૬૭૦૦-૭૪૦૦) રહેવાની સંભાવના છે.

જેથી ઉપરોક્ત વિશ્લેષણ અંગેની નોંધ લઈ, મગફળીનો સંગ્રહ કરવા, તેમજ ડીસેમ્બર, ૨૦૨૩ પછી વેંચાણ કરવા ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જો કાપણીની મોસમમાં ભાવ મણના રૂ. ૧૫૦૦ થી ઉપર જાય, તો તે ભાવે તુરંત વેચાણ કરવા નિર્ણય લઈ શકે.

જો સરકારશ્રી દ્વારા ખાધતેલની નિકાસને પ્રોત્સાહન અને આયાત ઉપર નિયંત્રણ રાખવા ઉંચી આયાત કરની નીતિ ચાલુ રાખવામાં આવશે, તો ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મગફળીના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment