Diwali festival impact : મગફળી, કપાસની આવકોથી યાર્ડ છલકાયાં, સીંગતેલના ભાવ તળિયે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દિવાળીના મોટાં તહેવાર પૂર્વે નાણાની જરૂરિયાત ઉપરાંત રવી પાકોના વાવેતર માટે મૂડી હાથવગી કરવા માટે ખેડૂતોએ ખરીફ પાકોમાં જબરજસ્ત વેચવાલી કાઢતા કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકથી માર્કેટ યાર્ડમાં જગ્યા ટૂંકી પડવા લાગી છે.

દિવાળીની જણસી પર અસર

ખેડૂતો જોરશોરથી વેંચી રહ્યા હોવાથી બસે જણસીની આવક સીઝનની ટોચ પર પહોંચી હતી. ગુજરાતભરમાં મગફળીની આવક સાડા ચાર લાખ ગુણી અને કપાસની આવક સાડા ત્રણ લાખ મણ સુધી ગઈ હતી. નવી સીઝનને મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે પણ સોમવારે વિક્રમી આવક થઈ હતી. આવકનો આ આંકડો કદાચ હવે જોવા નહીં મળે એવું નિષ્ણાતો કહી રહ્યા છે.

ગુજરાતમાં કપાસની અવાક

ઉત્તર ગુજરાતમાંથી મગફળીની અને હળવદ-બોટાદ પંથકમાંથી કપાસની ચિક્કાર આવક થાય છે. કપાસની સૌથી વધારે આવક બોટાદમાં ૬૮ છુજાર મણ, હળવદમાં ૪૪ હજાર મણ, રાજકોટમાં ૩૦ હજાર મણ અને ગોંડલમાં ર૦ હજાર મણની રહી હતી. કપાસની જંગી આવક છતાં ભાવ મચક આપતા નથી એટલે ખેડૂતોને રાહત છે. છતાં ગયા વર્ષ કરતા સસ્તાંમાં કપાસ વેચાઈ રહ્યો હોવાથી ખેડૂતો કમને માલ લાવે છે.

ગુજરાતમાં કપાસના ભાવ

કપાસનો સરેરાશ ભાવ મણે રૂ.૧૨૦૦-૧૬૦૦ વચ્ચે ચાલે છે. કપાસના ખેડૂતો ક્હે છે, પાછલા વર્ષે ખૂબ રાહ જોયા પછી તેજી આખું વર્ષ થઈ શકી નથી એટલે આ વખતે માલ હાથમાં આવતાવેંત ખેડૂતો વેંચી નાંખવા તલ પાપડ છે. વળી, કપાસનો ભાવ ટેકાના રૂ. ૧૪૦૪ કરતા ઉંચો છે એટલે સીસીઆઇની ખરીદી માટે જાહેરાત થઇ નથી.

બીજી તરફ મગફળીનો ભાવ ઉંચો છે એટલે ક્સાનોની વેચવાલી છે. સૌરાષ્ટ્રમાં પોણા બે લાખ મણની આવક સોમવારે હતી. જોકે ઉત્તર ગુજરાતમાં પાથાવાડા, ડિસા, પાલનપુર વગેરે જેવા સેન્ટરોમાં અઢી લાખ મણ જેટલી આવક રહી હતી.

ગુજરાતમાં મગફળીના ભાવ

સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીની વેચવાલી પક્ડમાં રાખે છે પણ ઉત્તર ગુજરાતમાં જોરદાર વેચવાલી આવે છે એટલે આવક ખૂબ વધી ગઈ છે. મગફળીનો ટેકાનો ભઆવ સરકારે રૂ. ૧૨૫૭૫ નક્કી કર્યો છે. એની સામે બજારભાવ રૂ. ૧૧૦૦-૧૫૦૦ સુઘી ચાલી રહ્યો છે. ૬૬ નંબરની મગફળી ખાસ આવે છે તેનો ભાવ રૂ-.૧૮૦૦-૨૪૦૦ સુધી પણ બોલાય છે. મગફળીમાં સરકારી ખરીદી ટેકાના ભાવથી શરૂ થઇં છે પણ ખેડૂતો યાર્ડમાં વધારે વેચાણ કરી રહ્યા છે.

ગુજરાતમાં સીંગતેલના ભાવ

ગુજરાતભરમાં મગફળીની આશરે સાડા ત્રણ લાખ ગુણી જેટલી આવક રોજ થવા લાગતા હવે સીંગતેલ મિલોમાં ધમધમાટ વધી ગયો છે. સૌરાષ્ટ્રમાં પચ્ચાસ ટકા કરતા વધારે તેલ મિલોમાં પીલાણ શરૂ થઈ ચૂક્યું છે. દિવાળી સુધીમાં મોટાંભાગની મિલો ચાલુ થઈ જવાનો અંદાજ છે.

ઘાણી સીંગતેલ મિલોનું પીલાણ

ગુજરાતભરમાં સીંગતેલનું પીલાણ કરતી કુલ અઢીસોની સંખ્યામાં મિલો હોવાની ઘારણા વ્યક્ત કરી હતી. એમાંથી ૧૫ર મિલો સોમાની સભ્ય છે. સભ્યોમાંથી આશરે ૧૦૦ મિલો શરૂ થઇ ગઇ છે. એ સિવાયની મિલો ગણતા પોણા બસ્સો જેટલી મિલો શરૂ થઈ ગઇ છે.નાની મિલોની ક્ષમતા ઓછી હોય અને મગફળી ફટાફટ મળતી હોવાથી ધમધમાટ છે. અલબત્ત મોટી મિલો સ્ટોક એક્ઠો કર્યા પછી શરૂ થશે.

કેવા રહેશે સીંગતેલનો ભાવ

ઘારણા મુજબ, આ વર્ષે મગફળીનું ઉત્પાદન બમ્પર દેખાય રહ્યું હોવાથી બધી જ મિલો ચાલુ થાય એવી શક્યતા છે. સારાં ઉત્પાદનને પગલે સીંગતેલનો ભાવ એકધારો ઘટી રહ્યો છે. સપ્ટેમ્બરમાં વિક્રમી ઉંચો ભાવ થવાથી ડબો રૂ.૩૧૩૦-૩૧૮૦ થયો હતો. એ અત્યારે રૂ. ર૬૮૫-ર૭૩૫માં મળે છે. તેલની આવક વધવા લાગતા ડબાનો ભાવ હજુ સસ્તો થઈ શકે છે પણ હવે તળિયાની ઘણો નજીક છે એમ તેમણે ઉમેર્યું હતુ.

સીંગતેલની બજાર અને વેપાર

સૌરાષ્ટ્રભરમાં હવે તેલની મિની ઘાણીની સંખ્યા અતિશય વધી ગઈ છે. જે તેલ મિલો સાથે સીધી હરિફાઈમાં ઉતરી રહી છે. લોકો તેલની ઘાણીનું તેલ ખરીદીને સંતોષ માની રહ્યા છે તેને લીધે બ્રાન્ડવાળાના બિઝનેસ અસરગ્રસ્ત થયા છે. જોકે તેલ ઉઘોગના જાણકારો ક્હે છે, એમાં ગ્રાહકોનું હિત નથી, કારણકે વજન ફેર અનૅ જીએસટીમાં ગ્રાહકો અનેક જગ્યાઓ પર છેતરાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment