Wheat price: ઘઉંમાં મિલોની અને વાવેતરની માંગ નીકળતા ઘઉંની બજાર ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંમાં આ સપ્તાહમાં બજાર રૂ.૧૦૦ થી ૨૦૦ જેવી વધી આવી હતી. દિવાળી ટાંકણે સ્થાનિક ઘરાકી, મિલોની લેવાલી અને વાવેતરની માગના સળવળાટથી ભાવ વધ્યા હતા. માલની અછત વર્તાઈ રહી છે. સામે આટા, રવો, મેંદાની પણ માગ છે.સરકારના અનેક પ્રયાસ છતાં ભાવ કાબૂમાં આવતા નથી.

ઘઉં સ્ટોકનો સર્વે

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧૦૦ ટનને બદલે ર૦૦ ટન ઘઉં આપવાની જાહેરાત કરી છે. સ્ટોક લિમિટ કાયદા હેઠળ દેશભરમાં દરોડા પાડ્યા છે, પણ બહુ હેતુ સર્યો નથી. આ વર્ષે ઉત્પાદનમાં મોટી ઘટ આવી છે, પણ સરકારી અધિકારીઓ ડબૂલ કરવા તૈયાર નથી.

કેટલો છે ઘઉં નો સ્ટૉક

ખેડૂતો પાસે બહુ સ્ટૉક નથી. સરકારે પોર્ટલ બનાવ્યું હોવાથી નાના-મોટા વેપારીઓ, સ્ટૉકિસ્ટો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે કેટલો સ્ટૉક છે તેના આંકડા પણ સરકાર પાસે છે. એફસીઆઈના ગોદામોનો સ્ટૉક પણ છે.

કેવા રહેશે ઘઉંના ભાવ

કેટલાંક રાજ્યોએ પોતાના રાજ્યનાં કામો માટે રિઝર્વ સ્ટૉક આપ્યો છે. આ બધા આંકડા જોતાં જો સરકાર આયાતને છૂટ નહીં આપે તો ભાવ હેજી ભડડશે. બિયારણની ઘરાકીની હજી તો શરૂઆત છે તે પીક પર આવશે ત્યારે ભાવ વધુ વધશે.

કેટલી ઘઉંની આયાત કરશે

સરકારે આયાત અંગેનો નિર્ણય વહેલીતકે લેવો જોઈએ. મેન્યુફેક્ચરિંગ એકમો, ફ્લોર મિલો, ચક્કી આટાના એકમોને ઓપન જનરલ લાઈસન્સ હેઠળ ૩૧ જાન્યુઆરી સુધી માલ આવી જાય એ રીતે આયાતની છૂટ આપવી જોઈએ.દક્ષિણનાં બંદરો તેમ જ મુંબઈ બંદર ઉપર ઘઉં આવે તો ઉત્તરનાં અને પશ્ચિમનાં રાજ્યો ઉપર દબાણ ઘટે અને ભાવ કાબૂમાં આવી શકે.

કેવા રહેશે મિલબર ઘઉંના ભાવ

ઉપરાંત નાના વેપારીઓને ૧૦ થી ૨૦ ટનની શરતી મંજૂરી આપવી જોઈએ જે સીઘા ગ્રાહકો સુધી પહોંચતા બજાર સ્થિર થઈ શકશે. આ સપ્તાહમાં મિલબર ઘઉંના ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂ.ર૯૫૦ થી ર૯૮૦ રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ઘઉં નો ભાવ

સૌરાષ્ટ્ર ટુકડીના બેસ્ટના રૂ.૪૦૦૦ થી ૪૨૦૦, સુપરના રૂ.૪૫૦૦ થી ૫ર૦૦ના મથાળે હતા. ઉત્તર ગુજરાત લોકવન નીચામાં રૂ.૩૧૫૦, મિડિયમના રૂ. ૩૩૦૦ થી ૩૪૦૦ અને બેસ્ટના રૂ.૩૫૦૦ થી ૩૮૦૦ના મથાળે હતા.

કેવા રહેશે મધ્યપ્રદેશ ઘઉંના ભાવ

એમપી લોકવનના નીચામાં રૂ.૩૧૫૦ અને ૩ર૦૦, મિડિયમના રૂ.૩૫૦૦ થી ૩૬૦૦ અને સુપરના રૂ.૩૬૮૦ તેમજ એમપી ટુકડીના નીચામાં રૂ.૩૧૫૦ થી ૩ર૦૦, મિડિયમના રૂ.૩૫૦૦ થી ૩૬૦૦ અને સુપરના રૂ.૩૬૮૦ તેમ જ લકઝરીના રૂ.૪૦૦૦ થી ૪૨૦૦ના મથાળે હતા.

મધ્યપ્રદેશ ઘઉં નો ભાવ

એમ.પી માલવરાજના રૂ.૩૧૫૦ થી ૩ર૦૦ના મથાળે હતા. એમપી શરબતીના નીચામાં રૂ.૪૫૦૦, ઉપરના રૂ.૫૦૦૦ અને શરબતી બરફના માલોના રૂ.૬૦૦૦ થી ૬૨૦૦ના મથાળે હતા.

ઉત્તર ગુજરાત ટુકડી ઘઉંના નીચામાં રૂ.૩૧૫૦, મિડિયમના રૂ.૩૩૦૦ થી ૩૪૦૦, બેસ્ટના રૂ.૩૫૦૦ થી ૩૮૦૦ રહ્યા હતા.

રાજસ્થાન લૉકવનની રૂ.૩૪૦૦ થી ૩૫૦૦ અને રાજસ્થાન ટુકડીના રૂ. ૩૩૦૦ થી ૩૪૫૦ના મથાળે હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment