ભારત સરકારે ખેડૂતોને રવીપાક માટે ખાસ ખાતર સબસીડી જાહેર કરી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નવી દિલ્હી ખાતે પ્રધાનમંડળે ર૦ર૩-ર૪ની રવી સિઝન માટે પોષક તત્ત્વોવાળા ખાતર માટે રૂ.૨૨,૩૦૩ કરોડની સબસિડી મંજૂર કરી છે. હાલમા ફર્ટિલાઈઝરના વેશ્વિક ભાવ ઊંચા છે, આમ છતાં ભારતીય ખેડૂતો તેમની જમીન માટે પોષક તત્ત્વોવાળા ફર્ટિલાઈઝર વ્યાજબી ભાવથી મેળવી શકે તે માટે સરકારે આ પગલું લીધું છે.

કેટલો સમય માટે સબસીડી

ભારત માહિતી અને સંચાર પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ફર્ટિલાઈઝર માટેની સબસિડી ૧ ઓક્ટોબર ર૦૨ર૩થી ૩૧ માર્ચ ર૦ર૪ સુધી અમલમાં રહેશે.

ક્યાં ખાતર માટે કેટલી સબસીડી

નાઈટ્રોજન પર આધારિત ફર્ટિલાઈઝર માટે પ્રતિ કિલોગ્રામ રૂ.૪૭.ર, ફૉસ્ફરસ માટે રૂ.૨૦.૮૨, પોટાશ માટે રૂ.૨.૩૮ અને સલ્ફર માટે રૂ.૧.૮૯ની સબસિડી ચૂકવવામાં આવશે.

કેટલા ભાવ સબસીડી ખાતર માટે

અલબત્ત સબસિડીના આ નવા દર અગાઉની ખરીફ સિઝનના દર કરતાં નીચા છે. ઉદાહરણ તરીકે ચાલુ વર્ષના મે મહિનામાં ખરીફ સિઝન માટે નાઈટ્‌ઞ2જન આધારિત ફર્ટિલાઈઝરની સબસિડી પ્રતિ કિ.ગ્રા. રૂ.૭૬ અને ફોસ્ફરસ માટે પ્રતિ કિ.ગ્રા. રૂ. ૪૧ જાહેર કરવામાં આવી હતી.

કોને કરી સબસીડી ની જાહેરાત

હાલમા ફર્ટિલાઈઝરના આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે એટલે પી એન્ડ કે ફર્ટિલાઈઝરની સબસિડી તે મુજબ નક્કી કરવામાં આવી છે, એમ સરકારના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હંતું. ખેડૂતોને ગત વર્ષના ભાવે ફર્ટિલાઈઝર મળશે, એમ ઠાફુરે જણાવ્યું હતું.

કેટલી સબસીડી જાહેર કરી

ચાલુ વર્ષ નાણાકીય વર્ષના અંદાજપત્રમાં જાહેર થયા મુજબ ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકાર પોષક્તત્વોવાળા ફર્ટિલાઈઝર માટે રૂ.૪૪,૦૦૦ કરોડનો ખર્ચ કરશે. આમ છતાં સરકારે ર૦ર૩-ર૪ના પ્રથમ પાંચ મહિનામાં અંદાજપત્રના કુલ અદાજના ૭૮ ટકા એટલે કે રૂ.૩૪,૧૧૧ કરોડ ફર્ટિલાઈઝરની સબસિડી માટે વાપર્યા છે.

હવે સમગ્ર વર્ષ માટે રૂ.૫૬,૪૧૪ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે. જે અંદાજપત્રના અંદાજ કરતાં ર૮ ટકા વધુ હશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment