Garlic price: ગુજરાતમાં લસણનાં વાવેતરમાં વિલંબ થતા લસણના ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં નવેમ્બર મહિનનો શરૂ થવા આવ્યો હોવા છત્તા લસણનાં વાવેતર હજી ખાસ શરૂ થયા નથી. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી તમામ પાકોનાં વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે, જો નવેમ્બર સામાન્ય કરતાં વધૂ ગરમ રહેશે તો ઉત્પાદન ઉપર પણ અસર પડે તેવી ધારણા છે.

ગુજરાતમાં લસણનાં ભાવમાં આજે મણે રૂ.૫૦ થી ૭૫નો સુધારો હતો. આગળ ઉપર વાવેતરનો ટ્રેન્ડ અને સ્ટોકિસ્ટોની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

ગુજરાતમાં ખેતરોમાં લસણનાં વાવેતર હજી પણ ધીમી ગતિએ શરૂ થયા હોવાનો અંદાજ સાથે ઉત્પાદન ઉપર પણ અસર પડે તેવી ધારણા છે…

રાજકોટમાં લસણની ૧૭૦૦ કટ્ટાની આવક સામે ભાવ મુંડામાં રૂ.૧૦૦૦, મિડીયમ ક્વોલિટી રૂ.૧૫૦૦ થી ૧૬૦૦, સારામાં રૂ.૧૬૦૦ થી ૧૭૦૦, સુપરમાં રૂ.૧૭૦૦ થી ૨૦૦૦નાં ભાવ હતાં. એક્સ્ટ્રા સુપરમાં રૂ.૨૬૦૦નાં ભાવ હતાં.

જામનગરમાં લસણની બે હજાર કટ્ટઠાની આવક સામે ભાવ રૂ.૮૦૦ થી ૨૨૫૦ હતાં. ગોડલમાં લસણની ૩૮૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૨૬૧ થી ૨૫૩૧ સુધીનાં ભાવ હતાં. સારા માલમાં રૂ.૧૦૦ જેવો સુધારો થયો હતો.

લસણનાં વેપારીઓ કહે છેકે દેશાવરમાં પણ આવકો ઓછી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને ૬૦થી ૭૦ હજાર બોરીની આવક હતી અને ભાવ નબળા માલમા રૂ.૬૫૦૦ થી ૮૦૦૦, મીડિયમ રૂ.૯૦૦૦ થી ૧૦,૫૦૦, એવરેજ મોટી સાઈઝ રૂ.૧૧,૦૦૦ થી ૧૨,૫૦૦, સુપર રૂ.૧૩,૦૦૦ થી ૧૪૦૦૦ અને એક્સ્ટ્રા સુપરમાં રૂ.૧૪,૦૦૦ થી ૧૫૦૦૦નાં ભાવ પ્રતિ ક્વિન્ટલનાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment