એરંડાના ભાવ: એરંડામાં સારૂ ચોમાસું અને ઘટતી આવક બંને કારણો સામ-સામા હોઇ હાલ ભાવ ઘટાડો ચાલી રહ્યા છે જો કે મંગળવારે આવક લાંબા સમય પછી એક લાખ ગુણી કરતાં નીચે જતાં વાયદા સુધર્યા હતા.
મુખ્ય મુદ્દાઓ
એરંડા વેપાર નિકાસ
એરંડાના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ એરડામાં તેજી-મંદીના સામ-સામા કારણો હોઇ જો દિવેલાની નિકાસ વધે તો જ તેજી થશે અન્યથા એરંડાના ભાવ ઘટાડો રહેશે. મે મહિનામાં એક સ્ટીમર મોડી થતાં ધારણાથી દિવેલની નિકાસ ઓછી થશે તેવી શક્યતા દેખાય છે છતાં પણ મે મહિનામાં દિવેલની નિકાસ ૫૦ થી પ૫ હજાર ટન થવાની ધારણા છે.
એરંડાની આવક અને વેપાર
એરંડાની આવક અને કામકાજ સોમવારે ઘટોને ૯૬ હજાર ગુણી થઈ હતો. મંગળવારે બનાસકાંઠા-પાટણ-મહેસાણામાં વેપાર ૫૮ હજાર ગુણી , કચ્છમાં ૮ હજાર બોરી, માંડણ-પાટડી,હળવદ, સૌરાષ્ટ્રમાં પ હજાર બોરી, સાબરકાંઠા, અરવલ્લી, સાઉથ ગુજરાતમાં પ હજાર બોરી, રાજસ્થાનની ૧૫ હજાર ગુણી અને સીધા મમિલોના પ હજાર બોરીના કામકાજ હતા.
યાર્ડમાં એરંડાની આવક અને ભાવ
એરંડાની આવક લાંબા સમય પછી એક લાખ ગુણી કરતાં ઓછી થતાં પીઠામાં મજબૂતાઈ જળવાયેલી હતી. પીઠામાં એરંડાનો ભાવ એવરેજ રૂ.૧૦૯૫ થી ૧૧૧૦ હતો.
યાર્ડમાં એરંડાના ભાવના
જગાણાના ભાવ સવારે રૂ.૧૧૪૧ ખુલ્યા બાદ વધીને રૂ.૧૧૪૪ થયા બાદ સાંજે રૂ.૧૧૪૧ હતા. એન.કે.ના. ભાવ સવારે રૂ.૧૧૫૦ હતા તે સાંજે.રૂ.૧૧૫૦ હતા. ગાંધીધામના શીપર્સોના ભાવ સવારે રૂ.૧૧૨૮ થી ૧૧૪૫ હતા તે સાંજે રૂ.૧૧૩૦ થી ૧૧૪૫ થયા હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૧૪૫ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૧૪૬ બોલાતા હતા.