Gujarat monsoon forecast: ગરમીમાં ઘટાડો હવે પ્રિ-મોન્‍સૂન એકટીવીટીની શક્‍યતા અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોક પટેલ તા. ૬ જુન સુધીની હવામાનની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવે ગરમી ઓછી રહેશે પણ બફારો રહેશે. નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડીગ્રી ગણાય.

આગાહી સમયમાં તાપમાન અને પવનનું જોર

આગાહી સમયમાં તાપમાનની રેન્‍જ ૪૦ થી ૪૩ ડીગ્રીની રહેશે. પવનનું જોર યથાવત રહેશે. તો આગાહી સમયમાં ૫૦ ટકા પ્રિ-મોનસુન એકટીવીટીની શકયતા રહેલી છે. જ્‍યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે-ત્રણ દિવસ વધુ ભાગોમાં આગળ વધશે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વિસ્તાર

અશોકભાઇ પટેલે જણાવેલ કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તા. ૩૦ મે ૨૦૨૪ના કેરાલા અને માહેમાં બેઠું અને નોર્થ ઇસ્‍ટ રાજ્‍યોના મોટાભાગોમાં આગળ વધ્‍યું. જેમાં સમગ્ર નાગાલેન્‍ડ, મણિપુર, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામના મોટાભાગોમાં આગળ વધ્‍યું છે.

ચોમાસુ આવતા બે-ત્રણ દિવસ અરબી સમુદ્રના મધ્‍યભાગો સુધી, દ.ભારતના અમુક ભાગોમાં આગળ વધશે વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા. ૬ જુન સુધીની આગાહી…

આગાહી સમયમાં ચોમાસાનો વિસ્તાર

આવતા બે-ત્રણ દિવસમાં ચોમાસુ હજુ આગળ ચાલે તેવા સંજોગો છે. જેમાં અરબી સમુદ્રના મધ્‍યભાગો સુધી, દક્ષિણ ભારતના અમુક ભાગો, બંગાળની ખાડીના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્‍યોના બાકી ભાગો, પヘમિ બંગાળ અને સિક્કીમના ભાગોમાં આગળ વધશે.

ગુજરાતમાં હાલનું તાપમાન

ગત આગાહી મુજબ સૌરાષ્‍ટ્ર, ગુજરાત, કચ્‍છમાં તા. ૩૦ મે સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩.૭ ડીગ્રીની આસપાસ રહેલ. એટલે કે નોર્મલથી એક-બે ડીગ્રીની વધઘટ જોવા મળેલ. જેમકે સુરેન્‍દ્રનગર ૪૩.૭ (નોર્મલથી ૧.૩ ડીગ્રી ઉંચુ), ડીસા ૪૦ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ), અમદાવાદ (નોર્મલથી ૧.૩ ડીગ્રી ઉંચુ), અમરેલી ૪૧.૪ (નોર્મલથી ૦.૯ ડીગ્રી ઉંચુ), ગાંધીનગર ૪૨.૭ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૪૧.૮ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) અને વડોદરા ૩૯.૨ (નોર્મલથી ૦.૭ ડીગ્રી નીચુ) નોંધાયેલ.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડીગ્રી ગણાય, આગાહી સમયમાં તાપમાનની રેન્‍જ ૪૦ થી ૪૩ ડીગ્રી રહેશે, ૨૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે…

ગુજરાતમાં હાલનું તાપમાન અને આગાહી

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ ૬ જૂન ૨૦૨૪ સુધીની આગાહી કરતા જણાવેલ કે, હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં ગુજરાત રાજ્‍યમાં મહત્તમ તાપમાન રેન્‍જ ૪૦ થી ૪૩ ડીગ્રીમાં રહેવાની શક્‍યતા છે. મતલબ કે નોર્મલ ગરમી રહેશે, બફારો રહેશે.

આગાહી સમયમાં પવનની સ્‍પીડ અને એકિટવિટી

આગાહી સમયના વધુ દિવસ પવન મુખ્‍યત્‍વે પશ્ચિમ અને પવનની સ્‍પીડ ૨૦ થી ૩૦ કિ.મી. – કલાકની ઝડપે અને ઝાટકાના પવનો ૪૦ કિ.મી.-કલાક ફૂંકાવાની શક્‍યતા આગાહી સમયમાં ૫૦ ટકા પ્રિમોન્‍સુન એકિટવિટીની શક્‍યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment