ડુંગળીમાં આવકો ઘટતા ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીના ભાવ: ડુંગળીની બજારમા મજબૂતાઈ જોવા મળી હતી. સમગ્ર દેશમાં ડુંગળીની આવકો ઘટી હોવાથી તેજી આવી હતી. ગુજરાતમાં ડુંગળીનાં ભાવમાં. મણે રૂ.૨૦થી ૩૦નો વધારો જોવા મળ્યો હતો. નાશીંકમા પણ બજારો ક્વિન્ટલે રૂ.૧૦૦ વધી ગયા હતા.

ડુંગળીનાં વેપારીઓની ધારણાઓ

ડુંગળીનાં વેપારીઓ કહે છે કે જો આવકો ઓછી રહેશે. તો ભાવમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ વધે તેવી ધારણા છે. સરકાર દ્વારા ડુંગળીની ખરીદો પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ વરસાદની. આગાહી હોવાથી ડુંગળીનાં ટ્રાન્સપોર્ટશન ઉપર અસર પડે. તવી સંભાવનાએ પણ બજારો વધે તેવી ધારણાં છે.

મહુવા ડુંગળીના ભાવ અને આવક

મહુવામાં લાલ ડુંગળીની ૨૯૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૪૨થી ૩૪૦ હતા. સફેદના ત્રણ હજાર કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૨૧૭થી ૩૩૦ હતા. ગોંડલમાં લાલ ડુંગળીની ૬૪૭૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૨થી ૩૪૬ હતા, જ્યારે સફેદની ૪૧૭ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૭૦ થી ૨૮૮ હતા.

રાજકોટ ડુંગળીના ભાવ અને આવક

રાજકોટમાં ડુંગળીની ૩૨૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૨ર૧થી ૩૭૧ હતા. લાસણગાંવ મંડીમાં ભાવ ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૦૦૦થી ૧૯૦૦ હતા જ્યારે મોડલ ભાવ ર્‌.૧૭૫૦ પ્રતિ ક્વિન્ટલનાં ક્વોટ થયા હતાં. ગોલ્ટી કાંદામાં રૂ.૭૦૦થી ૧૩૪૧ હતા. જ્યારે મોડલ ભાવ રૂ.૧૧૦૦ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment