જીરુંના ભાવ: જીરૂની બજારમાં આર્ટીફેશ્યીલ-કુત્રિમ તેજીનો અંત દેખાય છેઅને બજારો ગમે ત્યારે આગામી દિવસોમાં હજી પણ કિલોએ રૂ.૧૫થી ૨૦ નીકળી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં એવરેજ ૪૫થી ૫૦ હજાર બોરીની આવક થાય છે, જેની સામે વેપારો માત્ર ૧૫ હજાર બોરીના માંડ ઉતરે છે. ઉઝા જેવા સેન્ટરમાં વેપારો ઘટીને સાત-આઠ હજાર બ્રોરીનાં જ થાય છે, જે બતાવે છેકે બ્રજારમાંઘરાકીજ નથી.
મુખ્ય મુદ્દાઓ
મુખ્ય મુદ્દાઓ
ભારતમાં જીરુંના વેપાર
દેશાવરમાં મે મહિનામાં સારો માલ વેચાણ થયો છે, પંરતુ નિકાસમાં કોઈ દમ નહોંતો. ખેડૂતોએ ગામડે બેઠા રૂ.૬૦૦૦નાં ભાવ જોયા હોવાથી હવે ૧૫ દિવસ નવો માલ નં મળે તેવી પણ સંભાવનાં છે. ડિમાન્ડ પણ અત્યારે સાવ ઘટી ગઈ છે.
જીરામાં સટ્ટોડિયાની પ્રક્રિયા
સટ્ટોડિયાએ માલ છુટવા માટે ખોટી તેજી કરી હતી અને હવે તેઓ બજારમાં ઉંચા ભાવથી માલ ઠલવી રહ્યાં છે. જીરૂમાં ટેકનિકલી પણ ૩૦ હજારની સપાટી પાર ન થાય ત્યાં સુધી તેજી નથી, વાયદો વધઘટે રૂ.૨૬-૨૪૭ હજારની સપાટી પર આવી શકે છે.
જીરું વાયદા ભાવ
જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.૨૪૦ ઘટીને રૂ.૨૮૩૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂનાં નિકાસ ભાવ વધીને રૂ.૬૬૦૦ હતા, જે ઘટીને આજે રૂ.૫૭૦૦ની સપાટી પર આવી ગયા છે.
ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
ઉંઝા અવાક-નવું | 24000 | -6000 |
ઉંઝા સુપર | 5300-5500 | -200 |
ઉંઝા બેસ્ટ | 5200-5300 | -300 |
ઉંઝા મિડીયમ | 5000-5200 | -300 |
ઉંઝા એવરેજ | 4900-5000 | -400 |
ઉંઝા ચાલુ | 4600-4900 | -400 |
રાજકોટ અવાક | 2000 | -200 |
રાજકોટ એવરેજ | 4500-4600 | -200 |
રાજકોટ મિડીયમ | 4800-5000 | -100 |
રાજકોટ સારુ | 5300-5400 | -100 |
રાજકોટ યુરોપીયન | 5450-5500 | -150 |
રાજકોટ કરિયાણાબર | 5600-5700 | -100 |
નિકાસ ભાવ મુન્દ્રા | ||
સૌરાષ્ટ્ર સિંગાપુર 0.5% | 5725 | -225 |
સૌરાષ્ટ્ર સિંગાપુર 1% | 5675 | -225 |
સૌરાષ્ટ્ર સિંગાપુર 2% | 5625 | -225 |
સૌરાષ્ટ્ર યુરોપ | 6025 | -275 |
શોર્ટેક્સ | 6100 | -275 |