Gujarat monsoon update: આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat monsoon update: દક્ષિણ પશ્ચિમ નૈત્રકત્યનું ચોમાસું આગળ વધતું જાય છે અને ૧૫ જૂને ગુજરાતના કાઠે પહોંચી જશે તેવી જાહેરાત હવામાન ખાતાએ કરી છે. નૈત્રકત્યનું ચોમાસું આજે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ત્રિપુરા, મેઘાલય, આસામના બાકીના ભાગો અને પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું હોવાનું હવામાન ખાતાની સત્તાવાર યાદીમાં આજે બપોરે જાહેર થયું છે.

આઇયે… આપ કા ઇંતેજાર થા… દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે. ઈન્ડિયા મેટ્રો લોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ ગુરુવારે એટલે કે ૩૦ મેના રોજ તેની સત્તાવાર જાહેરાત કરી. હવામાન વિભાગે કહ્યું કે આજે ચોમાસું ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમા આગળ વધ્યું છે. ગુરુવારે બપોરે કેરળના કોઢ્વાયમ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડયો હતો.

દેશમાં ચોમાસાએ દસ્તક દીધી : ૪ જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીની આગાહી : તાપમાનનો ૪ર થી ૪૪ ડિગ્રી ઊંચકાઈ શકે… ભારતીય હવામાન ખાતાએ દક્ષિણ પશ્ચિમ નૈત્રકત્યનું ચોમાસુ ૧૫ જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચવાની આગાહી કરી છે…

હવામાન શાસ્રીઓ દ્વારા વરસાદની આગાહી

IMDના અધિકારી ચક્રવાત રેમલનાપ્રભાવ હેઠળ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળના કિનારે અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટક્યું હતું.હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવી ગયું છે. હવામાન શાસ્રીઓએ જણાવ્યુ હતું કે ચક્રવાત ચોમાસાનાપ્રવાહને બંગાળર્ન ખાડી તરફખેંચે છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાની અકાળ શરૂઆતનું કારણ હોઈ શકે છે.

રેમાલ વાવઝોડાની ગુજરાતને અસર

રેમાલ વાવઝોડુ તોફાન રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. 1110એ જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચ્યુ છે અને તે આજે એટલે કે ૩૦ મે ૨૦૨૪ના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધ્યું છે.

કેરળ વરસાદની ગુજરાતને અસર

અગાઉ ૧૫ મેના રોજ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં પહોંચશે. કેરળમા છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે મે મહિનામાં વધુ વરસાદ નોંધાયો છે.

કેરળમાં વરસાદની સંભાવના

કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧ જૂન છે અને અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની તારીખ પ જૂન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ટૂંક સમયમાં વરસાદની સંભાવના છે.

અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવ : ભૂજમાં ૩૮થી ૪૦ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા : બે દિવસ પાટણ, બનાસકાઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ સર્જાય શકે…

ગુજરાતમાં ગરમીની સ્થિતિ

ગુજરાતમા છેલ્લા ઘણા દિવસથી ગરમાતના પારો આસમાને પહોંચ્યો હતો, પરંતુ ૩ દિવસથી આ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેને લઈને ગુજરાતવાસીઓએ રાહચતનો શ્વાસ પણ લીધો છે. આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કચા જિલ્લાઓમાં કેટલું તાપમાન રહેશે અને કઈ જગ્યાએ વંટોળ જેવી સ્થિતિ સર્જાશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના મોસમ વેજ્ઞાત્તિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે, આગામી ૬ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ ઉપરાંત, આગામી બે દિવસ પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ સર્જાય શકે છે. આ દરમિયાન, રપથી ૩૦ કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.

કેવું રહેશે ગુજરાતમાં વાતાવરણ

આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૪ જૂનના દિવસે રાજ્યનમાં સૂકું વાતાવરણ રહેશે. આ દરમિયાન કચ્છમાં ૩૫થી ૩૯ ડિગ્રી તાપમાનની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે ભૂજમાં ૩૮થી ૪૦ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જણાવવામાં આવી છે.

કેવું રહેશે ગુજરાતમાં તાપમાન

આ ઉપરાંત, ૪ જૂનના દિવસે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આ દિવ ૪રથી ૪૪ ડિગ્રી તાપમાન નોંધાય શકે છે. જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું હતું.

વેધર એનાલિસ્ટની આગાહી

રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment