મગફળીના ભાવ: મગફળીની બજારમાં નરમાઈનો માહોલ ચાલુ છે. મગફળીની આવકો સારી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦ થી ર૦નો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ નવી મગફળીની આવકો પણ ધીમી ગતિએ વધી રહી છે.
મુખ્ય મુદ્દાઓ
ગુજરાતમાં મગફળીની અવાક
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આજે મોટાં ભાગનાં સેન્ટરમાં થોડી. થોડી આવક હતી. ડીસામાં ૨૫૦, પાથાવાડામાં ૧૫૦ થી ૨૦૦ ગુણીની આવક હતી. પાલનપુરમાં પણ થોડી આવક મગકળીનાં વેપારીઓ કહે છેકે જૂની મગફળીની બજારમાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો હતો.
સૌરાષ્ટ્રમાં મગફળીની અવાક
બુધવારે ગોંડલમાં મગફળીની આવક કેટલી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો અધાર રહેલો છે. હાલના તબક્કે મગફળીની બજારમાં આગળ ઉપર વેચવોલી કેવી આવશે તેનાં ઉપર આધાર રહેલો છે. બંગાળમાં વરસાદ આવ્યો હોવાથી કેટલુ નુકસાન થયુ છે તેનાં ઉપર પણ સૌની નજર રહેલી છે.
હિંમતનગર મગફળીના ભાવ
હિંમતનગરમાં નવર મગફળીની ૨૦૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૧૨૫૦ થી ૧૫૬૦ હતા. ડીસામાં ૨પપ ગુણીની અવાક સામે ભાવ રૂ.૧૦૨૧ થી ૧૩૧૧ હતા. રાજકોટમાં મગફળીની ૯ હજાર ગુણીની આવક થઈ હતી અને સાત હજાર ગુણીનાં વેપાર થયા હતા.
મગફળીના ભાવ અને અવાક
પેર્ન્ડિંગ સાત હજાર ગુણી હતો. ભાવ જી-ર૦માં રૂ.૧૧૩૦ થી ૧૨૨૦, સુપરમાં રૂ.૧૨૩૦ થી ૧૩૨૦ હતા. ૩૯ નંબરમાં એવરેજ રૂ.૧૦૮૦ થી ૧૧૫૦, સુપરમાં રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ અને બોટી ૩રમાં ર.૧૧૮૦થી ૧૨૪૦, સુપરમાં રૂ.૧૨૫૦ થી ૧૩૧૦ હતા.
ગોંડલ મગફળીના ભાવ
ગોંડલમાં મગફળીની પેર્ન્ડિંગ મગફળીમાંથી ૧૬ થી ૧૭ હજાર ગુણીના વેપાર હતા. ભાવ ૨૦ કિલોનાં જી-૨૦માં રૂ.૧૨૦૦ થી ૧૩૦૦, બીટી ૩૨માં રૂ.૧૨રપ થી ૧૩૫૦, ૩૯ નબરમાં રૂ.૧૧૦૦ થી ૧૩૫૦ અને ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ હતાં.