ધાણા વાયદા બજાર માં નરમાઈનો ટોન હતો અને ભાવ પોઠાઓમાં મણે રૂ.૨૦ ઘટી ગયાં હતા. ગુજરાતનાં પીઠાઓમાં નવા ધાણાની આવકો પણ સાવ ઘટી ગઈ છે અને સામે લેવાલી પણ નથી. ગોંડલમાં આજે પણ ધાણાની આવક બંધ હતી અને જુના પેન્ડિંગ માલમાંથી વેપારો થયા હતા.
કેવી રહેશે ધાણાની બજાર
ધાણાનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતો નથી અને બજારો થોડા સમય માટે નીચા જ રહે તેવી ધારણાં છે. મસાલા કંપનીઓની માંગ પૂરી થઈ ગઈ છે. બાંગ્લાદેશ પણ હવે ખાસ લેવાલ નથી. ગલ્ફનાં વેપાર ઘટી ગયા છે, જેને પગલે જો વાયદા નહીં ચાલે તો હાજરમાં ભાવ હજી પણ ઘટી જાય તેવી ધારણા છે.
ધાણા વાયદા બજાર
ધાણાનો બેન્ચમાક જુન વાયદો રૂ.૨૮ ઘટોને રૂ.૭૪૯૦ની સપાટી પર બંધ રહ્યો હતો. વધઘટે વાયદો . એકવાર રૂ.૭૪૦૦ સુધી આવી જાય તેવી ધારણાં છે.
ગુજરાતમાં ધાણાના ભાવ
ધાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈંગલ ક્વોલિટીમાં મશીનમાં રૂ.૭૬૦૦, શોર્ટક્સ રૂ.૭૭૫૦, સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીનક્લીન રૂ.૭૦૦૦ અને શોર્ટક્સ રૂ.૧૧૫૦ હતા. જૂના ક્રોપનાં ભાવ મશીન ક્લીનમા રૂ.૭૩૫૦ના છે.
યાર્ડનું નામ | અવાક(બોરીમાં) | ફેરફાર |
---|---|---|
ગોંડલ | 0 | 0 |
જૂનાગઢ | 1600 | -1100 |
જેતપુર | 650 | -50 |
રાજકોટ | 3000 | -2000 |
જામજોધપુર | 0 | 0 |
અન્ય | 2800 | -200 |
કુલ અવાક | 8050 | -3350 |
ભાવ એવરેજ | 1350-1550 | -20 |