ગુજરાતમાં સફેદ તલની આવકો સતત બીજા દિવસ સ્ટેબલ હતી અને ૩ર હજાર બોરીની થઈ હતી. તલમાં ઘટ્યાં ભાવથી મણે રૂ.૨૦ થી ૩૦નો સુધારો થયો હતો. ૩૦મી મેના રોજ કોરિયાનું ટેન્ડર ખુલવાનુ છે અને ટેન્ડરમાં ભારતને ચારેક હજાર ટન ઉપરનો ઓર્ડર મળે તેવી ચર્ચા ચાલી રહી છે.
મુખ્ય મુદ્દાઓ
કેવી રહી તલની અવાક
તલની આવકો હવે પીક ઉપર પહોંચી ગઈ છે અને હવે દૈનિક આવકો ખાસ વધે તેવી સંભાવનાં ઓછી છે. બીજી તરફ જે તલની આવક થાય છે તેમાં કોરિયામાં ચાલે તેવી ક્વોલિટીનો માલ ૫૦ થી ૬૦ ટકા માંડ આવતો હોવાથી તેજીવાળા હવે ગેલમાં આવી ગયા છે અને સારા માલ ગુજરાતમાં ચોમાસુ વાવેતર તલનું ઓછું જ થાય તેવી ધારણા છે.
તલમાં વરસાદની અસર
જો વરસાદ વહેલો આવી જશે તો ખેડૂતો બીજા પાકોનું વાવેતર વધારે કરે તેવી ધારણાં છે. વળી આ વર્ષે ઓગસ્ટ પછી લા-નીનો સક્રીય થવાનો હોવાથી તલના પાક મોટે નુકશાનકારક સંકેત છે. ચોમાસે કે ઉનાળે તલ વઢાઇને ઓઘલીઓ કરવા સુધીનું કામ તો દરેક વિસ્તારમાં સરખું હોય છે. જેમ જેમ મજૂરોની ખેંચ ઉભી થઇ, તો સામે ક્યારેક મેઘરાજા વરસવા માટે તૈયારી કરતાં હોય એવા સમયે ખેડૂતો તલની ઓઘલીઓમાંથી માલ હાથવગો કરવા માટે ટ્રેકટર સંચાલિત પ્રેસરોનો ઉપયોગ કરતાં થયા, એનાંથી પણ આગળ જઇ, સમય અને મજૂરીની ખેંચથી તલ તૈયાર કરવામાં હાર્વેસ્ટરોને ખેતરમાં ઉતારવાનું શરૂ થયું છે.
પરંપરાગત તલની ખેતી
આપણી તલ તૈયાર કરવાની પરંપરાગત રીત તો ઓઘલીઓ ઉથામીને ખંખેરવાની છે. પખવાડિયા પહેલા હળવદ યાર્ડમાંથી ધાવડી કૃપાનાં રમેશભાઈ દલવાડીએ હાર્વેસ્ટર કે પ્રેસરનાં તલ અને પરંપરાગત રીતના તલનો બજારમાં ભાવ ફરકની વાત કરી હતી.
તલમાં આધુનિક કૃષિ યંત્રોની ઉપયોગિતા
એ જ વાત દોહરાવતા આજે રાજકોટ સ્થિત તલનાં વેપાર સાથે સંકળાયેલ રામકૃષ્ણ કોર્પોરેશનનાં હાર્દિકભાઈ એ કહ્યું હતું કે ટ્રેકટરનાં શ્રેશર કે કટર (હાર્વેસ્ટર)માં નીકળતાં તલની ઝડપને કારણે સ્કિન ડેમેજ થાય છે. આ તલ સાચવતાં એમાં નું પ્રમાણ સમય જતાં વધતું રહે છે. તલની સ્કિન ઘસાવાથી કલર પણ જાંખો પડે છે.
તલના ભાવમાં થતા ફરક
ખેડૂતની ક્યારેક સમય અને મજૂરોની અછતની સમશ્યા સમજી શકાય છે, પરંતુ તલ લાંબો સમય ક્વોલિટી બાબતે બેસ્ટ રાખવા હોય તો પરંપરાગત તલ તૈયાર કરવાની પધ્ધતિ ભૂલવા જેવી નથી નથો ને નથી. પ્રેસર કે કટર દ્રારા નીકળેલ તલ અને જુની રીતથી તેયાર ધવેલ તલમાં પ્રતિ ૨૦ કિલો રૂ.૭૦ થી રૂ.૧૦૦નો ભાવ ફરક રહે છે. ક્વોલિટી તલ રાખવાની આબરૂ ખેડૂતોનાં હાથમાં છે.