Pigeon pea price today: તુવેર ઉત્પાદન ઘટતાં તુવેરના ભાવમાં આગ ઝરતી તેજી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તુવેર દાળ આપણા રસોડામાં અગત્યની કઠોળ જણસી છે. તુવેરનું વાવેતર કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનાં વાવેતર સામે ગુજરાતનું વાવેતર તો સામાન્ય ગણાય. છેલ્લા બે વષની ખરીફ સિઝન દરમિયાન ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં તુવેરનું વાવેતર ઘટવાનો રેલો એનાં ઉત્પાદનને અસર કતાં રહ્યો છે. આમ તુવેરની માંગ સામે ઉત્પાદન ઘટ અને આયાતી તુવેરનાં ઓછા પુરવઠાથી બજારોમાં સતત બે વર્ષથી તેજીનો માહોલ રચાઇ રહ્યો છે.

ગુજરાતમાં તુવેરનું ખરીફ વાવેતર

અગાઉનાં વર્ષે (૨૦૨૨) આપણા રાજ્યમાં કૃષિ વિભાગના ઓક્ટોમ્બરનાં આખરી આંકડા મુજબ ૨.૨૭ લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું હતું. એ વાવેતર વિતેલ ખરીફ’ સિઝનમાં ૬ ટકા જેવું. ઘટીને ૨.૧૩ લાખ ઢેકટરે. પહોંચ્યું હતું.

દેશમાં તુવેરનું વાવેતર

દેશમાં સપ્ટેમ્બર ૨૦ર૨૨નાં પ્રથમ સપ્તાહ અનુસંધાને કૃષિ મંત્રાલયની નોંધ મુજબ અગાઉનાં (૨૦૨૨) વર્ષે ૪૭.૫૬ લાખ હેકટર વિસ્તારમાં હતું. તે આ વિતેલ (૨૦૨૩) વષની ખરીફ સિઝનમાં ૫.૬૮ ટકાના ઘટાડા સાથે ૪૪-૮૪ લાખ હેકટર વિસ્તારે તુવેર પહોંચી હતી.

તુવેરના ભાવમાં ઘટાડો થવાનું બંધ

કેન્દ્ર સરકાર તુવેરનાં ભાવને નિયંત્રણમાં લેવા માટે એક પછી એક પગલા લઈ રહી છે, તો પણ તુવેરનાં ભાવમાં ઘટાડાનો રેલો આવ્યો નથી. જે દેશોમાંથી તુવેર આયાત થાય છે, ત્યાં પણ ભાવ ઊંચકાવા લાગ્યા છે. દેશમાં તુવેરનો પાક ગત વર્ષની તુલનાએ ઘટીને ૩ર લાખ ટન થવાનો અંદાજ હતો.

આ વર્ષે તુવેરનું ઉત્પાદન

અગાઉનાં વર્ષે એ પાક ૩૩ લાખ ટન થયો હતો. છ વર્ષ પહેલા દેશમાં ૪૩ લાખ ટન તુવેરનું ઉત્પાદન થતું દેશમાં તુવેરનો વર્ષ દરમિયાન વપરાશ ૪૩ લાખ ટન થી ૪૫ લાખ ટન છે. સ્થાનીકે જેટલો તુવેર ઉત્પાદનનો ખાંચો પડે, એ બુરવા માટે આપણે મ્યાનમાર અને આફ્રિકા જેવા દેશમાંથી તુવેરની આયાત કરીએ છીએ.

તુવેર આયાતની અસર

જો કે વૈશ્વિક લેવલે પણે તુવેરનાં ભાવ ઊંચકાયા હોવાથી તુવેર આયાતની અસર સ્થાનિક ભાવ પર પડતી નથી. પુરા એક વર્ષ પહેલા જૂન પ્રારંભે આ સમયે મહારાષ્ટ્રની તુવેરનાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૦,૦૦૦ને ટચ થઇ ચૂક્યા હતા.

કર્ણાટક તુવેરના ભાવ

કર્ણાટકની તુવેરનાં રૂ.૧૦,૨૦૦ ભાવ થયા હતા, તો ગુજરાતમાં સ્થાનીકે રાજકોટ યાર્ડમાં તા.૦૨, જૂન ૨૦૨૩નાં રોજ તુવેરનો ભાવ રૂ.૨૦૦૦ની સપાટીને વળોટી ગયો હતો. ૧, જૂન ર૦૨૪નાં દિવસે ચ્રજર્કીટ યાર્ડમાં સારી તુવેરમાં રે-.૨૪૦૦ની સપાટીને ભાવ પાર કરી ગયા છે.

સરકાર ટેકાના તુવેરના ભાવ

તુવેરમાં ૨૦૨૩-૨ર૪નાં. વર્ષ માટે સરકારે ટેકાનો નિયત કરેલ ભાવ રૂ.૧૪૦૦ છે. એ ભાવથી બજારો પ્રતિ ૨૦ કિલો રૂ.૧૦૦૦ અપ કહી શકાય. આમ છેલ્લા ત્રણ વર્ષથી તુવેરમાં ખુલ્લો બજારમાં સારી ભાવ સપાટી હોવાથી સરકારને ટેકાન ભાવે ખરીદીની જંઝટ કરવી પડીં નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment