લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારા માલમાં મણે રૂ.૧૦૦ થી ૨૦૦નો વધારો થયો હતો. વેચવાલી દરેક સેન્ટરમાં હવે ઓછી થઈ ગઈ છે અને ખાસ કરીને સારા માલ બહુ ઓછા આવી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં તમાં સુધારો આવે તેવી ધારણાં દેખાય રહી છે.
મુખ્ય મુદ્દાઓ
હિમાચલમાં લસણના વેપાર
લસણનાં વેપારીઓ કહે છેકે બજારમાં આગળ ઉપર વેચવાલી સારી આવશે તો બજારને ટેકો મળશ, નહીંતર બજારો હજી પણ વધી જાય તેવી ધારણાં છે. હિમાચલનાં લસણમાં સોરાષ્ટ્રનાં વપારીઓની ખરીદી વધારે છે અને કટલાક વેપારીઓ હિમાચલ જઈને પણ ખરીદી કરી રહ્યાં છે.
રાજકોટમાં લસણના ભાવ અને આવક
રાજકોટમાં લસણની ૧૫૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ડુડામાં ર૧૬૦૦ થી ૧૭૦૦ મિડીયમ રૂ.૧૭૦૦ થી ૧૯૦૦, સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦૦ થી ૨૨૦૦ અને સુપર માલમાં રૂ.૨૨૦૦ થી ૩૪૦૦ હતાં.
ગોંડલ લસણના ભાવ અને આવક
ગોંડલમાં ૭૦૦થી ૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં મૂંડામાં રૂ.૧૨૦૦ થી ૧૧૫૦૦ અને સારા માલ રૂ.૨૫૦૦ થી ૩૪૦૦ સુધીનાં ક્વોટ થયા હતા.
મધ્યપ્રદેશ અને રાજસ્થાન લસણની આવક
એમ.પી.માં ૭૦ હજાર કટ્ટા અને રાજસ્થાનમાં ૪૦ હજાર કટ્ટાની આવક થઈ હતી. કોટા ભામાશા મડીમાં સાત હજાર કટ્ટાની આવક હતી. નિમચમાં ૭૫૦૦ કટ્ટા, બારન ર૩ હજાર કટ્ટા, છોપાબરોડ સાત હજારે પીપલીયા ૧૨૦૦૦ કટ્ટાના આવક હતી.
લસણના ભાવનું વિશ્લેષણ
લસણના ભાવ દેશીમા રૂ.૫૬૦૦ થી ૧૭૧૦૦ સુધી વેચાણ થયા હતા લાડ્ડૂ રૂ.૧૧,૩૦૦ થી ૧૧,૫૦૦ ફૂલ ગોલા રૂ.૧૫૫૦૦ થી ૧૫૮૦૦ અને સુપર ક્વોલિટીમાં રૂ.૧૭૫૦૦ થી ૧૮૦૦૦ ભાવ હતાં.