તા. ૩૧ના મંગળવારથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ થશે : સૌરાષ્ટ્રમાં ૧ ઈંચથી લઈ ૫ ઈંચથી વઘુ તેમજ દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત અને રાજસ્થાન બોડર વિસ્તારોમાં પણ હળવાથી મઘ્યમ- ભારે- અતિ ભારે વરસાદના સંજોગો સારા સમાચારના વાવડ મળી રહ્યા છે. સાતમ – આઠમ પર્વમાં શ્રી કૃષ્ણના જન્મ બાદ સારા વરસાદના સંજોગો સર્જાયા છે.
મુખ્ય મુદ્દાઓ
ગુજરાત હવામાન સમાચાર :
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ ઓડીસ્સા અને લાગુ નોર્થ આંધ્ર કિનારા નજીક આજે એક લૉ પ્રેસર થયુ છે. જેને આનુસંગિક સાયકલોનીક સરક્યુલેશન ૫.૮ કિ.મી. સુધી ફેલાવેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્રિમ તરફ ઝૂકાવ છે. આ સિસ્ટમ પશ્રિમ ઉત્તર પશ્ચિમ એમ.પી. તરફ આવતા ૪ દિવસ ગતિ કરશે.
ભારત હવામાન સમાચાર :
ચોમાસુધરી હાલમાં ફિરોઝપુર, દિલ્હી, ગ્વાલીયર, ઝારશુખુડા ત્યાંથી લો પ્રેશર, અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ચોમાસુધરીનો પાશ્ચિમ છેડો હજ બે દિવસ દક્ષિણ તરફ સરકશે. નોર્મલ પોઝીશન તરફ આવી જશે. જયારે પૂર્વ છેડો નોર્મલથી દક્ષિણે તા.૩૦ ઓગષ્ટથી બે દિવસ ત્યાં જ રહેશે. હાલમાં મોન્સુન ઓફસોર ટ્રફ કર્ણાટકથી કેરળ સુધી છે. આવતા દિવસોમાં ઓફસોર ટ્રફ મહારાષ્ટ્રમાં પણ સક્રિય બનશે.
આવતા સોમવાર સુધી કોઈ મોટો વરસાદ નથી. ૩૦ ઓગષ્ટના સોમવારથી વરસાદની શરૂઆત જોવા મળશે. તા. ૩૧ના મંગળવારથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ થશે….
ગુજરાતમાં કયારે અને ક્યાં પડશે વરસાદ :
- 31 ઓગષ્ટ – અમરેલી, ગિરસોમનાથ, ભાવનગર, ડાંગ, સુરત, વાપી
- 1 સપ્ટેમ્બર – આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ
- 2 સપ્ટેમ્બર – રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, પાટણ, અમદાવાદ, ગીર સોમનાથ, બનાશકાંઠા, નવસારી, વલસાડ
અશોક પટેલની આગાહી :
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૩૧ ઓગષ્ટ થી ૬ સપ્ટેમ્બર (મંગળ થી સોમવાર) સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં હળવો, મધ્યમ ભારે અને અતિ ભારે વરસાદ આગાહી સમયની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. ભારે – અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.થી વધુ વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર હવામાન સમાચાર :
સૌરાષ્ટ્રમાં ૧ ઈંચથી લઈ ૫ ઈંચથી વઘુ તેમજ સૌરાષ્ટ્રમાં હળવો – મધ્યમ – ભારે કયાંક અતિ ભારે વરસાદ રપ થી ૫૦ મી.મી. ભારે – અતિ ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૨૫ મી.મી. થી વધુ વરસાદ પડશે.
કચ્છ હવામાન સમાચાર :
પૂર્વ અને પશ્ચિમ કચ્છ તેમજ તેને લાગુ ઉત્તર ગુજરાતમાં રપ થી ૫૦ મી.મી. સિસ્ટમ આધારીત વરસાદ હોય ત્યારે કચ્છમાં વરસાદની માત્રા વધી શકે છે. આ હાલ પ્રાથમિક અંદાજ છે.