Gujarat weather : ગુજરાતમાં આવતા ત્રણ મહિના સારો વરસાદ થવાનો હવામાન વિભાગનો વરતારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

તા.૩૧ ઓગસ્ટની શરૂઆતમાં ચોમાસાને બ્રેક લાગી હતી. જોકે, સપ્ટેમ્બરથી નેઋત્ય ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. તેમ જ નવેમ્બર સુધી સામાન્ય કરતા વધુ વરસાદ થવાની પણ શક્યતા છે, એમ ભારતીય હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે. હવામાન ખાતાના ક્લાઈમેટ રિસર્ચ અને સર્વિસીસના હેડ ડી.એસ. પઈએ કહ્યું કે, છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતો હોય છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વરસાદ સારો પડશે. સારા દિવસો આવી રહ્યા છે.

ગુજરાતમાં વરસાદ ની આગાહી :

ખરીફ વાવણી વિષયક એક વેબિનારમાં તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ સામાન્ય રહેવાની અપેક્ષા છે, જ્યારે બીજા અઠવાડિયાથી દેશના મધ્ય અને વાયવ્ય નજીક તેમ જ ઉત્તરના રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતા વધુ રહેશે. પૂર્વ અને ઈશાન ભારતના રાજ્યોમાં પણ સામાન્ય વરસાદ પડશે, જ્યારે ભારતના મોટા ભાગના દ્વિકલ્પમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન ખાતા દ્વારા ર૭ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. નૈત્રક્ત્ય ચોમાસુંએ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં વિરામ લીધો હતો. આ પહેલા જૂ નના અંતથી જુલાઈની શરૂઆતમાં પણ ચોમાસાએ વિશ્રામ લીધો હતો.

ગુજરાત હવામાન વિભાગ:

  • 7 સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં જામશે ચોમાસુ
  • સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થશે : હવામાન વિભાગ
  • વરસાદની ઘટ પુરી થવાનું અનુમાન

ક્યાં મહિનામાં પડશે ગુજરાતમાં વરસાદ :

સષ્ટેમ્બરથી નવેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે, એમ પઈએ કહ્યું હતું. જોકે, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. કેરળ, કર્ણાટક, તેલંગણ, આંધ્ર પ્રદેશ અને ઉત્તરના અમુક ભાગમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.

ગુજરાતના ખેડૂતમિત્રો માટે રવી પાકની વાવણી અને ખરીફ કઠોળ માટે સારા સમાચાર….

હવામાન વિભાગના સમાચાર :

હવામાન ખાતાથી સૂ ચિત આગાહી એક સારા સમાચાર છે કારણ કે અત્યારસુધીમાં વરસાદની ૧૦ ટકા ખાધ થઈ છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં ખરીફ વાવણી વાર્ષિક ધોરણે ૧.૮૭ ટકા ઓછી થઈ છે. ચોમાસું સારું રહેશે તો તુવેરના પાકને ફાયદો થશે જેની લણણી ડિસેમ્બરમાં થતી હોય છે.

કેટલો પડ્યો ગુજરાત માં વરસાદ :

આંકડા મુજબ વર્ષ ર૦૦૦થી સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ત્રણ વખત (ર૦૦૫,ર૦૦૭,ર૦ર૦) વરસાદ ૨૦૦ મિલિમીટરથી વધુ થયો છે. ગયા વર્ષે ૧૦૩ વર્ષની સરખામણીએ સૌથી વધુ રપ૯.૫ મિલિમીટર વરસાદ પડ્યો હતો. વર્ષ ૧૯૧૭માં સૌથી વધુ ૨૭૮.૧ મિલિમીટર વરસાદ પડ્યો હતો.


વર્ષ ૨૦૧૯માં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન ૪૦૦ મિલિમીટર વરસાદ થયો હતો, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં ૨૮૫ મિલિમીટર વરસાદ થયો હતો. અત્યારસુધીમાં ફક્ત વર્ષ ૨૦૧૮માં ર૦૦ મિલિમીટર કરતા ઓછો વરસાદ થયો છે.

ત્રણ મહિના હવામાન વિભાગની આગાહી :

હવામાન ખાતાની આ સકારાત્મક આગાહીથી રવિ પાકને પણ લાભ મળશે, જેની વાવણી ઓક્ટોબરથી શરૂ થતી હોય છે. છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં સપ્ટેમ્બર-નવેમ્બર દરમિયાન વરસાદ સારો રહેતા રવિ પાકનું ઉત્પાદન સારું રહ્યું છે.

વર્ષ ર૦૦૮-૦૯૫ાકસીઝન (જુલાઈથી જૂન) સુધી રવિ પાક કરતા ખરીફ પાકનું ઉત્પાદન વધુ થતું હતું. ત્યારબાદ ૨૦૧૬-૧૭ સુધી ક્યારે રવિ તો ક્યારેક ખરીફ પાકનું ઉત્પાદન વધુ થતું હતું. જોકે, ૨૦૧૭-૧૮થી રવિ પાકનું ઉત્પાદન ખરીફ પાકની સરખામણીએ વધુ થયું છે.

ગયા વર્ષે આ ફરક એક કરોડ ટનનો હતો. ગયા વર્ષે અનાજનું એકંદર ઉત્પાદન ૩૦.૮૬ કરોડ ટન થયું હતું. રવિ પાકની વાવણી પહેલા માટીમાં ભેજ હોવો જરૂરી છે, તેથી હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ સારો રહેશે તો ખેડૂતો વાવણી શરૂ કરી શકશે.

કેવો પડશે ગુજરાતમાં વરસાદ :

સામાન્ય વરસાદ રહે તો દેશમાં ખરીફ અને રવિ પાક સારા થાય છે, કૃષિ ઉત્પાદન વધતા ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો થાય છે જેથી દેશના એકંદર અર્થતંત્રનો વિકાસ થાય છે.

Leave a Comment