ગુજરાતમાં વરસાદ ની રાહ જોતા ખેડૂતમિત્રો માટે સારા સમાચાર આ તારીખે થશે વરસાદ!

આ ચોમાસામાં રાતમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

ત્યારે ખેડૂતમિત્રોને એક રાહત આપતા સમાચાર આવ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા પધરામણી ક્રે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે.

  • દિલ્હી અને ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમા ભારે વરસાદની આગાહી
  • 30 ઓગષ્ટ થી 2 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદની પુરેપુરી સંભાવના
  • 31 ઓગષ્ટ સુધી માધ્ય પ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
  • ચોમાસાની ગતિવિધિઓનો સામનો કરી રહેલા ગુજરાતને મહિનાના અંત સુધીમાં રાહત

કયારે પડશે ગુજરાતમાં વરસાદ :

આજે ૨૮ ઓગષ્ટ બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ આકાર લઇ શકે છે અને આગામી દિવસોમાં આ લૉ પ્રેશર ગુજરાત બાજુ ગતિ કરે જેના પરિણામે ૩૦ ઓગષ્ટ થી રાજ્યમાં દક્ષિણ-પૂર્વ ગુજરાત થી વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની સંભાવના છે.

ગુજરાતમાં વરસાદ ની આગાહી :

આગોતરા એંધાણ મુજબ આ રાઉન્ડ આગળ લાંબો ચાલી શકે અને આગળ રાજયના મોટાભાગના વિસ્તારમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે કે અતિભારે વરસાદ પણ પડી શકે તેવી શકયતા છે.

ગુજરાતમાં વરસાદની સિસ્ટમ :

વરસાદનું પ્રમાણ અને સિસ્ટમના ટ્રેક વિશે હાલ મોડેલોમાં મતમતાંતર છે તો સિસ્ટમ બને પછી ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડવાની સંભાવના રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થયે ફરી અપડેટ આપવામાં આવશે.

Leave a Comment