ગુજરાતના ખેડૂતો દ્વારા ડુંગળીના ઊંચા ભાવથી ખરીદી કરવા નાફેડને માંગ

WhatsApp Group Join Now
Telegram Group Join Now


હાલ  ડુંગળીનાં બજાર ભાવ ઘટીને તમામ સેન્ટરોમાં કિલોનાં રૂ.૫પથી ૧૦ની વચ્ચે પહોંચી ગયા છે, બહુ સારી ડુંગળી હોય તો જ કિલોનાં રૂ.૧૨ જેટલા ખેડૂતોને મળી રહ્યાં છે.

આવી સ્થિતિમાં નાશીકનાં ખેડૂત સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને સરકાર પાસે ઊંચા ભાવની માંગણી કરી છે અને નાફેડ દ્વારા બફર સ્ટોક માટે એપ્રિલથી ખરીદી શરૂ કરવામાં આવે ત્યારે પ્રતિ કિલો રૂ.૩૦નાં નાફેડ ભાવ થી જ ખરીદી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ખેડૂતોની ઉત્પાદન પડતર રૂ.૧૫ થી ૧૮ જેટલી છે, જેમાં મામૂલી બીજી ખર્ચ અને નફો ઉમેરીએ તો રૂ.૩૦ થાય છે, પરિણામે એ ભાવથી ખરીદી થાય તે જરૂરી છે.

નાફેડ દ્વારા ચાલુ વર્ષે કુલ બે લાખ ટન ડુંગળીની બફર સ્ટોક માટે ખરીદી કરવાનું આયોજન છે. ગત વર્ષે નાફેડે એક લાખ ટનની ખરીદો કરી હતી.


ડુંગળીની ખરીદો નાફેડ દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ માંથી કરવામાં આવશે અને એપ્રિલ મહિનાથી મોટા ભાગે ખરીદી શરૂ થઈ જાય તેવી ધારણાં છે. જોકે નાફેડ દ્વારા બજાર ભાવથી જ ખરીદી કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 thoughts on “ગુજરાતના ખેડૂતો દ્વારા ડુંગળીના ઊંચા ભાવથી ખરીદી કરવા નાફેડને માંગ”

    • અમારું વેબ કાર્ય ગમ્યું એ બદલ આભાર, એગ્રી કોમોડિટીના દૈનિક દર આપણી વેબસાઈટ પર દરરોજ મળી જશે.

      Reply

Leave a Comment

close