ગોંડલમાં લાલ મરચાની આવકથી યાર્ડો છલકાયો, કેવા રહ્યા મરચાના ભાવ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now


લાલ સૂકા મરચાંની બજાર આવકો એ જોર પકડ્યું છે. બજારો આજે પણ સારા લેવલ પર ટકેલી છે. માર્ચ એન્ડીંગની રજાઓ પુરી થઇ, તા.ર, એપ્રિલથી લગભગ યાર્ડો શરૂ થવાના છે.

બધા યાર્ડોમાં રવી સિઝનની જણસીઓ હોંબેશ ઠલવાઇ રહી છે. મસાલા પાકો અને ઘઉ જેવા પાકોમાં લોકલ ડિમાન્ડ શરૂ થવાનો આ સમય છે, તેથી ખુલ્લી મરચાના બજારના ભાવ માં ખાસ અસર નહીં થાય.

ગોંડલ પીઠામાં મંગળવારના રોજ મરચાંની આવકો ખોલવામાં આવી, ત્યારે ૧૫૦૦ જેટલા વહાનો દ્રારા ૫૦ હજાર થી ૬૦ હજાર ભારી આવકો થયાનું ગોંડલ યાર્ડના સેક્રેટરી પ્રવીણભાઇ સોમૈયાએ કહ્યું હતું.

ભલે વેકશન ગયું એટલે મરચાંની મોટી આવકો થઈ છે, ત્યારે વેકેશન ખુલતા લોકલ ડિમાન્ડ સાથે પરપ્રાંતની ઘરાકો પણ ચાલું રહેશે, તેથી સૂકા મરચાંના એકદમ ભાવ ઘટી જવાનો ભય રાખવા જેવો નથી.


રાજકોટના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના ખેડૂત કહે છે કે ૯૦ ટકા ખેતરોમાંથી મરચાંનો પાક નીકળી ગયો છે. કદાચને પાછોતરી ૧૦ ટકા સારી મરચીનો પાક ખેતરોમાં ઉભો હશે. આ વર્ષે ૧૬ ગુંઠાના વીઘા દીઠ સરેરાશ સૂકા મરચાંમાં ખેડૂતોને ૩૦ થી ૪૦ મણના ઉતારા બેઠા છે.

આ વર્ષે ખેડૂતોને એવરેજ સારા મરચાંના ભાવ મળ્યા છે. માર્કેટીંગ યાર્ડોમાં વેકેશન હોવાથી ઘણા ખેડૂતો ગામડે બેઠા વેપારીઓને રૂ.૨૭૦૦ થી રૂ.૨૮૦૦ના ભાવે મરચાં વેચી રહ્યાં છે.


આ વખતે ખેડૂતોને મરચાંમાં લીલા અને લાલ બંને પાકમાં સારી આમદાની મળી છે, તેથી આગામી ચોમાસે ખેડૂતો જરા ઓર જોર લગાકે મરચીના પાકનું વાવેતર કરવાના મુડમાં જોઇ શકાય છે. ખેડૂતો અત્યારથી જ નામી કંપનીઓના બીજનું બુકીંગ કરાવવા લાગ્યા છે.

સૂકા મરચાંમાં સારા માલની ખેંચથી ભાવ ટકેલા…

સૂકા મરચાંમાં સ્થાનીકે ગુજરાત સહિત પરપ્રાંતના મુખ્ય મથકોએ જબ્બર આવકો થઈ રહી છે, પરંતુ સારા માલની આવકો ઘણી ઓછી હોવાથી ભાવમાં લાંબો ઘટાડો થવાનું માનસ નથી. સારા ક્વોલિટી માલોમાં આજે પણ ઘરાકી જળવાયેલી છે. હલકા માલનું કોઇ ધણી નથી.


આંધ્રપ્રદેશના ગંતૂર મથકે દૈનિક સરેરાશ આવકો ૧ લાખ થી ૧.૨૫ લાખ ગુણીની થાય છે. ખમામમાં દૈનિક આવકો ૪૭,૦૦૦ થી ૬૦,૦૦૦ ગુણી જેટલી છે. આટલી મોટી આવકો, છતાં વેચવાલીથી ભાવ ટકેલા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment