ગુજરાતમા શુક્રવાર થી સોમવાર સુધીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટાને બાદ કરતાં નોંધપાત્ર કે સાર્વત્રીક વરસાદ નથી પરંતુ આવતીકાલ તા.૨૩ થી ૨૬ જુલાઈ સુધી વરસાદનો એક  ઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર વધુ હશે. સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી રહેવા છતાં વરસાદ વ્યાપક રહેવાની શક્યતા છે.


ગુજરાત વરસાદની આગાહી :

તેઓએ આજે વાતચીતમાં જખાવ્યું હતું કે ઉતર પશ્ચિમી બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ સર્જાઈ છે અને તેને આનુસાંગીક લો-ગ્રેસર 7.6 કી.મીની ઉચાઈએ છે જે વધતી ઉચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. ચોમાસુ ધરી ફીરોઝપુર-અલીગઢ-રાંચી-બાલાસીનોરથી લો-પ્રેસર સ્થળ અને ત્યાંથી મહત્વપૂર્ણ બંગાળની ખાડી સુધી છે. એક ઓફશોર ટૂફ દક્ષિણ ગુજરાતથી ઉતર કેરલ છે.

લો-પ્રેસર સીસ્ટમ ધરી પર આવતા બે દિવસ થાય તેમ છે. ધરીને પશ્ચિમ છેડો દક્ષિણ તરફ આવવા સાથે દોઢ કિલોમીટરનાં લેવલે ચોમાસું ધરી રાજસ્થાનથી મધ્યપ્રદેશ-ઓડીસા બાજુથી લો-પ્રેસર સીસ્ટમ તરફ જશે.


ગુજરાત હવામાનની આગાહી:

તા.૨૩ થી ૩૦ જુલાઈ સુધીની આગાહીમાં અશોકભાઈ પટેલે કહ્યું કે ૨૩ થી ૨૫ જુલાઈ દરમ્યાન ૩.૧ કીમીથી ૫.૮ કીમીના લેવલમાં બહોળુ સરકયુલેશન મધ્યપ્રદેશ તયા આગળ ફેલાશે. વધતી ઉચાઈએ તેનો ઝુકાવ દક્ષિણ તરફ રહેશે. આ સ્થિતિમાં ૨૩ થી ૨૬ જુલાઈ વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે અને ત્યારબાદના દવસોમાં પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

આગાહીના સમય ગાળામાં ઉતર દક્ષિણ તધા મધ્ય ગુજરાતના ભાગોમા હળવો-મધ્યમ ભારે વરસાદ યવાની શકયતા છે. અમુક દિવસે છૂટોછવાયો તથા અમુક દિવસે સાર્વત્રીક વરસાદ ધઈ ર છે. સીમીત વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે આ સમયમાં બે થી ત્રણ ઈંચ વરસાદ યઈ શકે છે.જયારે અતિભારે વરસાદ ધાય ત્યાં ૩ થી ૮ ઈંચ સુધીનો વરસાદ થવાની શકયતા છે.


સૌરાષ્ટ્રમાં વરસાદની મૌસમ :

ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા ઓછી રહેવાની શકયતા છે. છુટોછવાયો હળવો-મધ્યમ-ભારે વરસાદ શકય છે. એકાદ દિવસ મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ યઈ શકે છે. જયારે બાકી અન્ય દિવસોમાં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.આ દરમ્યાન ૫૦ ટકા વિસ્તારોમાં એક થી બે ઈંચ તથા બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં એક ઈંચ વરસાદ શકય છે. કચ્છમાં અર્ધાથી બે ઈંચ વરસાદની શકયતા છે.

વેધર એનાલીસ્ટ અશોક્ભાઈ પટેલની આગાહીઃ અમુક દિવસે સાર્વત્રિક અને બાકી છુટોઇવાયો વરસાદ થશેઃ ગુજરાતમાં બે થી ત્રણ ઈંચ, સીમીત ભાગોમાં 3 થી ૮ ઈંચ વરસાદ વરસશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બે ઈચ સુધી પાણી વરસશે…


અશોકભાઈ પટેલની આગાહી :

અશોકભાઈ પટેલના કહેવા પ્રમાણે આગામી ૨૭-૨૮ મી જુલાઈએ વધુ એક લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી શકે છે. છતા હાલમા પ્રશાંત મહાસાગરમાં એક મો વાવાઝોડુ ઉદભવ્યુ છે.અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના પવન પ્રશાંત મહાસાગર તરફ જાય છે. આ વાવાઝોડુ ઘણા દિવસો પ્રશાંત મહાસાગરમાં જ રહેવાનું છે એટલે ભેજ ખેંચાઈ જશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment