વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે કે ઘણા સમયથી નોંધપાત્ર વરસાદ જોવા મળેલ નથી. હાલમાં મધ્યપ્રદેશ ઉપર એક લોપ્રેસર સિસ્ટમ્સ આવેલ તે ઘણા દિવસ સુધી પુર્વ રાજસ્થાન, નોર્થ વેસ્ટ એમ.પી. ના લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ઘણા દિવસ વરસાવ્યો.તેમ છતાં ગુજરાત બોર્ડર વિસ્તારને કોઇ મોઢોવરસાદ ન મળ્યો.
મુખ્ય મુદ્દાઓ
ગુજરાત વરસાદની આગાહી :
હાલમાં એમ.પી.વાળી સિસ્ટમ્સ હવ એમ.પી. અને લાગુ યુ.પી. પર છે. અનુસંગીક અપરએર સાયકલોનીક સરક્યુલેશન ૪.૫ કિ.મી.ના લેવલ સુધી છે. આ સિસ્ટમ્સ આવતીકાલ સુધીમાં નબળી પડી જશે. હાલમાં ચોમાસુ ધરી બિકાનેર, જયપુર અને એમ.પી. વાળુ લો પ્રેસર ત્યાંથી દલેતગંજ અને દીધા ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળની ખાડી સુધી લંબાય છે.
અશોકભાઈ પટેલની આગાહી :
દેશમાં ગુજરાત, કેરળ, ઓડોસ્સા અને નોર્થ ઇસ્ટ વિસ્તાર વરસાદના ઘટ વિસ્તારની યાદીમાં: સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદના ઘટમાં વધારો થશે: અશોકભાઇ પટેલ
આવતીકાલથી ચોમાસુધરીનો પશ્ચિમ છેડો ઉત્તર તરફ જશે અને તા.૧૦ ઓગષ્ટ સુધીમાં ચોમાસુ ધરી હિમાલયની તળેટીમાં પહોંચી જશે.
ગુજરાત વરસાદ ના સમાચાર :
એક અપરએર સાપકલોનીક સરકર્યુલેશન પશ્ચિમ બંગાળ અને લાગુબાંગ્લાદેશ ઉપર 2.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ની ઉંચાઇએ છે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૭ થી ૧૪ ઓગષ્ટ સુધીની આગાહી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ, ઉ.ગુજરાતમાં મુખ્યત્વે મોટા વિસ્તારમાં નહિવત વરસાદ. કયારેક એકલ દોકલ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ વરસે.
સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તાર દ. ગુજરાતમાં બાકીના વિસ્તાર કરતા માત્રા અને વિસ્તાર વધુ રહેશે. જનરલ વાતાવરણ છુટાછવાયા વાદળ છાયું રહેશે. પવનની ઝડપ ગત ઓછી રહેશે. ૧૦ થી ૨૦ કિ.મી.ના ફુંકાશે. પવનની દિશા પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમની રહેશે.
નોંધનીય છે કે ૭ ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ૪૪ ટકા વરસાદની ઘટ છે. એવી રીતે ગુજરાત રીજન ૪૧ ટકાની ઘટ છે. જો કે ઇન્ડિયા લેવલે ફકત ૪ ટકાની ઘટ છે. ઇન્ડિયા લેવલે દરેક રાજયોમાં નોર્મલ કે નોર્મલથી વધુ પડયો છે. જોકે ગુજરાત, કેરળ, ઓડીસ્સા નોર્થ ઇસ્ટ વિસ્તારમાં વરસાદની ઘટ છે.
આ આગાહી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત વિસ્તારમાં વરસાદની ઘટમાં વધારો થશે.