દેશમાં ઘઉંની વેચવાલી ઘટતા ઘઉંના બજાર ભાવમાં આવી શકે છે વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વૈશ્વિક ઘઉંના ભાવમાં વિતેલા સપ્તાહ દરમિયાન ત્રણ ટકા જેવો સુધારો આવ્યો હોવાથી અને નવા નિકાસ વેપારો થયા હોવાની વાત પાછળ ઘઉનાં ખરીદી ભાવમાં કંપનીઓએ વધારો કર્યો હતો. આઈટીસી કંપનીએ શનિવારે ઘઉંનાં ખરીદી ભાવમાં રૂ.૨૦નો વધારો કરીને રૂ.૧૯૦૦ની ઉપરનાં ભાવ કર્યા હતાં. બીજી કંપનોએ પણ સરેરાશ રૂ.૧૦ થી ૨૦ વધાર્યા હતા. જેને પગલે ફ્લોર મિલોનાં ભાવમાં પણ મજબૂતાઈ આવી હતી.

ઘઉં નો ભાવ આજનો :

ઘઉનાં વેપારીઓ કહે છે કે સરેરાશ ઘઉંની બજારમાં ભાવ બે તરફી અથડાયા કરે તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ હવે બહુ વધશે કે નહીં તેનો આધાર વૈશ્વિક ઘઉંની તેજી ઉપર છે. ચાલુ સપ્તાહ દરમિયાન અમેરિકન કૃષિ સંસ્થાનાં અંદાજો જો તેજી તરફી આવશે તો બજારો સુધરી શકે છે.


માર્કેટયાર્ડ ઘઉંની બજાર :

ઘઉંની ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી છે. જો વધારે તેજી આવે તો દરેક મિલો એફસીઆઈનાં ઘઉંની ખરીદી તરફ વળી શકે છે, જેને પગલે હાલનાં તબક્કે બજારમાં ભાવ ઊંચી સપાટી પર અથડાયા કરે તેવી ધારણાં છે.

રાજકોટ આજના ઘઉંના બજાર ભાવ :

રાજકોટમાં ઘઉંની ૧૬૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોકવનમાં રૂ.૩૫૦ થી ૩૭૨ અને ટૂકડામાં રૂ.૩૫૮ થી ૪૨૬નાં ભાવ હતા.


ગોંડલ ઘઉંના ભાવ :

ગોંડલમાં આજે ૧૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૩૪૪ થી ૪૩૪ અને ટૂકડામાં રૂ.૩૪૬ થી ૪૩૬નાં ભાવ હતાં.

હિંમતનગર માર્કેટયાર્ડ ઘઉંના ભાવ :

હિંમતનગરમાં ૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૩૫૦ થી ૩૫૫, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩૬પ થી ૩૮૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦ થી ૪૪૦નાં ભાવ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment