ગુજરાતમાં કપાસના ભાવ નવી સીઝન માં બહુ નહિ ઘટે, કેવી રહેશે નવા કપાસની અવાક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂ।.૧૭૦૦ થી ૧૭૫૦ ચાલે છે. એકદમ સારા કપાસના રૂ।.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે.

ક્યારે આવશે નવા કપાસની અવાક :

આગોતરા કપાસની આવક તા.૧૫મી સષ્ટેમ્બર પછી શરૂ થશે ત્યારબાદ તા.૧૫મી ઓકટોબરે કપાસની ફુલ આવક જોવા મળશે. સરકારે કપાસનો ટેકાનો ભાવ મણનો વધારીને રૂ।.૧૨૦૫ કર્યો છે તે ખાસ યાદ રાખવો.


દરેક ખેતપેદાશોના ટેકાના ભાવને ખાસ યાદ રાખવા, ટેકાના ભાવથી નીચે વેચાણ કરવું નહિ…

નવી સીઝનમાં કપાસ ના ભાવ :

નવી સીઝનમાં કપાસના ભાવ ટેકાના ભાવથી નીચે જવાની શક્યતા એકદમ ઓછી છે કારણ કે હાલ ભાવ ઊંચા છે પણ કદાચ ટેકાના ભાવથી નીચા ભાવ તો ખેડૂતોએ કપાસ વેચવાનું અટકાવી દેવું. નવી સીઝનમાં કપાસના ભાવ કેવા રહેશે તેની ચર્ચા કરીએ.

ભારતમાં કપાસ નું વાવેતર :

દેશમાં ગુજરાત, કર્ણાટક,પંજાબ અને ઓરિસ્સા સિવાયના દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયું છે. દેશમાં સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે ત્યાં કપાસનું વાવેતર ચાર લાખ હેકટર ઘટયું છે. ઉત્તર ભારતમાં પંજાબમાં થોડું વાવેતર વધ્યું છે પણ હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે તે જ રીતે મધ્યપ્રદેશમાં સોયાબૌનનું વાવેતર વધુ થયું હોઈ કપાસનું વાવેતર ઘટયું છે.


કપાસ ના પાક ની સ્થિતિ :

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોઇ કપાસનું વાવેતર ફેઇલ થયાના પણ રિપોર્ટ છે. દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં કપાસનું વાવેતર ઘટયું છે. વિદેશમાં અમેરિકામાં કપાસનું વાવેતર ઘટયા બાદ ઊભા પાકની સ્થિતિ જોઇએ તેટલી સારી નથી.

વૈશ્વિક કપાસ ની બજાર :

ચીનમાં ભારે વરસાદને કારણે કપાસને નુકશાન થયું છે ઉપરાંત ખાતરના ભાવ એકદમ ઊંચા હોઇ ચીનના કપાસના ભાવ સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી ઊંચા છે. આ તમામ બાબતોને અભ્યાસ કરીને ખેડૂતોને કપાસ વેચવાનો નિર્ણય કરવો, નવી સીઝનમાં કંપાસ સારી ક્વોલીટીના કપાસ સાચવી રાખો તો કદાચ અત્યારના ભાવ છેતેના કરતાં પણ ઊંચા ભાવ મળી શકે છે.

Leave a Comment