ગુજરાતમાં જીરૂ અને ધાણા ઉત્પાદન સામે જીરૂ અને ધાણા રાખવા કે વેચી નાખવા ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડો કોરોના સંક્રમણને કારણે બંધ થયા છે. ફરી ક્યારે ખુલશે, તે અનિશ્ચિત છે. છેલ્લા એકાદ સપ્તાહથી જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતો તરફથી જીરા અને ધાણા વેચવા કે રાખવાના સવાલો આવી રહ્યાં છે.

જવાબમાં એટલું કહી શકાય કે જો આર્થિક જરૂરિયાત હોય તો વેચવામાં કોઇને પુછવું નહીં, પરંતુ જો એવી આર્થિક મુશ્કેલી ન હોય તો માલ ધારણ કરી રાખવો, લાભમાં દેખાય છે.

ધાણાના ઉત્પાદનની વાત કરતાં અજાબ ગામના ખેડૂતો કહે છે કે મારી જમીનમાં મે ક્યારેય ધાણા વાવ્યા નહોતા. ઓણસાલ પ્રથમ વખત જ ૧૨ વીઘા ધાણાનું વાવેતર કરેલ હતું.

જો આર્થિક જરૂરિયાત હોય તો વેચવામાં કોઇને પુછવું નહીં, પરંતુ જો એવી આર્થિક મુશ્કેલી ન હોય તો માલ ધારણ કરી રાખવો, લાભમાં દેખાય છે…


ધાણાનો વજન કર્યો નથી, પરંતુ ગુણીઓ ભરી લીધી છે, તેથી કુલ ૨૫૦ મણ ઉત્પાદનનો અંદાજ છે. તેથી વીઘા દીઠ ૨૦ થી ૨૧ મણ ઉતારો ગણી શકાય. હવે મારી બાજુમાં જ મારા પાડોશી ખેડૂત મિત્રો છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધાણાનું વાવેતર કરે છે.

એ સેઢોસેઢ જમીનમાં વીઘા દીઠ ૭ મણનો ઉતારો આવ્યો છે. આ નજરે જોયેલ બવાડું જમીનનો ઉત્પાદન ફરક કહેવાય. જીરામાં ૬ વીઘાનું વાવેતર અને માત્ર વીધે પ મણ જેવો નીચો ઉતારો મળ્યો છે.

Leave a Comment