મહારાષ્ટ્રમાં ઘઉંની સારી ખરીદીથી બજારમાં ટેકો, ઘઉંના ભાવમાં ગમે ત્યારે તેજીની સંભાવનાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now


કોરોનાનાં કેસમાં સતત વધારો થવાને પગલે ઘઉંના મોટા ભાગનાં પીઠાઓ બંધ હોવાથી સરેરાશ ઘઉંની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલનાં તબક્કે લેવાલી પ્રમાણમાં મર્યાદીત છે, પંરતુ આવકો બિલકૂલ નથી.

બીજી તરફ મહારાષ્ટ્રની ઘરાકી છેલ્લા બે દિવસથી નીકળી છે, જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે. આજે ભાવમાં ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો વધારો થયો હતો. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં હજી પણ લેવાલી સારી રહે તેવી સંભાવનાં દેખાય રહીછે.

ઘઉંનાં એક વેપારીએ જણાવ્યું હતું કે હાલનાં તબક્કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે અને હવે પીઠાઓ બંધ છે. પીઠાઓ ખુલ્યા બાદ બહુ આવકો આવશે નહીં.

જ્યારે ગુજરાતમાં યાર્ડો શરૂ થયા બાદ પંદરેક દિવસ આવકો થાય તેવીધારણાં છે. આજે રામનવમીને કારણે તમામ યાર્ડો બંધ હતા, પરિણામે આવકો નહોંતી. મિલ ડીલીવરીનાં ભાવમાં બજારો સુધર્યા હતાં.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગની આવકો પૂણ: ગુજરાતમાં આવકો શરૂ થયા બાદ ૧૫ દિવસ માંડ આવશે…

આગામી દિવસોમાં ઘઉંના બજારમાં ભાવ સુધરી શકે છે. હાલ કોરોનાને કારણે ખાનાર વર્ગની ઘરાકી ૫૦ ટકા જ દેખાય રહી છે, પરિણામે હજી ખાનાર વર્ગની ઘરાકી ધીમી ગતિએ ચાલુ જ રહેવાની છે. ઘઉંમાં હાલ કોઈને ઉધારમાં વેપાર કરવો નથી, પરિણામે વેપાર ઓછા થાય છે.


કોરોનાને કારણે દરેક વર્ગ રોકડામાં જ વેપાર કરવાનાં મૂડમાં છે. આઈટીસી કૅપનીનાં કંડલા ખાતે લોકવન ઘઉંના ભાવ રૂ.૧૯૨૦, ટુકડા રૂ.૧૯૦૫ અને મિલ ક્વોલિટીનાં રૂ.૧૯૦૦નાં ભાવ હતાં. જ્યારે રાજકોટ, જૂનાગઢ અને ગોંડલનાં લોકવન રૂ.૧૯૧૦, ટુકડા રૂ.૧૮૯૦ અને મિલ ક્વોલિટીનાં રૂ.૧૮૮૦નાં ભાવ હતાં. જ્યારે અન્ય પાટીંનાં ભાવ રૂ.૧૮૨પનાં બોલાતાં હતાં.

અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૮૫૦-૬૦નાં હતાં. જ્યારે હિંમતનગર માટે આઈટીસી રૂ.૧૯૨૦નાં ભાવથી ખરીદીમાં હતી. પૂના સહિતનાં મહારાષ્ટ્રનાં સેન્ટરો માટે રૂ.૨૧૨૦નાં ભાવ છે.

ઘઉંમાં દેશાવરની બજારની વાત કરીએ તો કાનપુરમાં રૂ.૧૭૬૦, લખનઉ રૂ.૧૭૪૦, રાયબરેલી રૂ.૧૭૫૦, ગાજીયાબાદ રૂ.૧૮૦નાં ભાવ હતાં. મહારાષ્ટ્રમાં અહેમદનગર માટે રૂ.૨૦૭૦થી ૨૦૮૦, એમ.પી. માં રૂ.૨૦૫૦થી ર૧૧૦, ખપોલી રૂ.૨૦૭૦નાં ભાવ હતાં.


સાઉથનાં સેન્ટરમાં બેંગ્લોર માટે રૂ.૨૧૮૦થી ૨૨૦૦, હૈદ્રાબાદ રૂ.૨૧૦૦થી ૨૧૩૦, ઈરોડ રૂ.૨૨૬૦થી ૨૨૮૦ અને કોઈમ્બતુર માટે ભાવ રૂ.૨૨૬૦થી ૨૨૮૦નાં ભાવ હતાં.

પંજાબમાં ઘઉંની ટેકાના ભાવ થી ખરીદી ઝડપી ચાલી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં પંજબમાંથી ટેકાનાં ભાવથી કુલ ૪૮ લાખ ટનની ખરીદી સંપન્ન થઈ ચૂકી છે. રાજ્યમાં ચાલુ વર્ષે કુલ ૧૩૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક છે, જેનાં ૩૭ ટકા ખરીદી ૧૦ દિવસમાં પૂરી થઈ ગઈ છે.

આગામી દિવસોમાં ઘઉંની બજારમાં હજી પણ ખરીદી ઝડપી બને તેવી ધારણાં છે. પંજાબમાં ઘઉંની આવકો પણ આ વર્ષે ગત વર્ષની તુલનાએ વધુ થઈ રહી હોવાથી સરેરાશ ઘઉંની ખરીદી પણ વધી છે.


હરિયાણામાં કર્નલમાં ખેડૂતો પાસેથી ઘઉંની અ પૂરતી ખરીદીને કારણે ખેડૂતોએ દેખાવો કર્યો હતો. ઘઉંની ખરીદી માટે ગેસ પાસ નીકળી ગયા હોવા છત્તા ઘઉંની સમયસર ખરીદી થતી નથી. ઘઉંની ખરીદી માટે હવે બે દિવસ માટે નવા પાસ ઈશ્યૂ કરવાનાં પણ બંધ કર્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉંની ટેકાનાં ભાવથી ખરીદી ગત વર્ષની તુલનાએ વહેલી અને ઝડપથી ચાલે છે, પંરતુ આ ખરીદી માત્ર પંજાબ-હરિયાણા સહિતનાં બે-ત્રણ રાજ્યોમાં જ પૂરજોશમાં ચાલે છે. દેશમાં કુલ ઘઉંની ખરીદી ૧૫૦ લાખ ટનની નજીક પહોંચી છે. સરકારે ચાલુ વર્ષે ૪૨૭ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment