Gujarat rain weather forecast Ashok patel : હવે ગરમી ઘટશે : આ વિસ્તારોમાં છાંટાછુટી થશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સોમવારથી ઉપલા લેવલે અસ્થિર વાતાવરણ રહેશે. તાપમાનનો પારો નીચે આવવા લાગશે અને ભેજ વધારા સાથે બફારો પણ વધવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

સ્થગિત થયેલ બંગાળની ખાડીની ચોમાસાની પાંખ છેલ્લા બે દિવસથી આગળ વધી છે. સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ છે તો સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ૧૦ જૂન સુધીમાં એકાદ -બે દિવસ પ્રિ-મોન્સુન એકટવીટી જોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે જણાવેલ કે ઘણા સમયથી બંગાળની ખાડીવાળી પાંખ સ્થગિત જેવી હાલતમાં હતી જે તા.૨-૩ જૂને આગળ વધી છે. તેને પગલે આજે આસામ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ સહિતના પૂર્વોતર રાજ્યોમાં ચોમાસાનો પ્રવેશ થઇ ગયો છે. ચોમાસુરેખા હાલમાં અરબી સમુદ્રમાં ૧૫ ડિગ્રી નોર્થ એટલે કે ગોવાના બોર્ડર ઉપર પહોંચેલ છે.


સૌરાષ્ટ્ર – ગુજરાતમાં મહત્તમ તાપમાન ૬ જૂન સુધી નોર્મલથી ઊંચું રહેશે. ત્યારબાદ તાપમાન નોમલ નજીક આવી જશે. તા.પ જૂનથી બપોર અને સાંજનો ભેજ કમશઃ વધશે. બફારાનો અહેસાસ થશે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓવરઓલ વધુ જોવા મળશે.

તા.૬ જૂનથી ઉપલા લેવલે અસ્થિરતા વધશે. આજથી તા.૭ જૂન સુધી ઉંચા લેવલે વાદળો છૂટાછવાયા જાવા મળશે જયારે તા. ૮-૯-૧૦ જૂનના વાદળો નીચલા લેવલના જોવા મળશે. આગાહી સમયના એકાદ-બે દિવસ કયાંક પ્રિ-મોન્સુન એકટીવીટીની શકયતા છે.


સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતની વાતકરીએ તો રાજયમાં છેલ્લા બે દિવસથી તાપમાન થોડુ વધ્યુ છે. એટલે નોર્મલથી બે ડિગ્રી ઉંચુ રહે છે. હાલ મહત્તમ તાપમાન ૪૧.૮ થી ૪૩ ડિગ્રીની રેન્જમાં જોવા મળે છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : ૧૦ જૂન સુધીમાં સોરાષ્ટ્ર – ગુજરાતમાં એકાદ – બે દિવસ પ્રિ-મોન્સુન એક્ટીવીટી : સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ : સોમવારથી ઉપલા લેવલે અસ્થિરતા : તાપમાન ઘટવા લાગશે-બફારો વધશે…


વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૩ થી ૧૦ જૂન સુધીની આગાહી કરતા જણાવ્યુ છે કે આગાહીના સમયમાં પવન ફરતા રહેશે. દક્ષિણ પશ્ચિમ તો કયારેક ઉત્તર પશ્ચિમના રહેશે.જે પ જૂન સુધી જોવા મળશે. ત્યારબાદ આગાહીના બાકીના સમયમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. પવનની ગત્તિ ૨૦ થી ૩૫ ક્રિ.મી.ની રહેશે. જનરલી સાંજના સમયે પવનની ઝડપ જોવા મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment