ગુજરાતમાં ડુંગળીની બજારમાં નિકાસ માંગ કે સ્ટોકિસ્ટોની માંગ પર ડુંગળીના ભાવ નો આધાર

બજારમાં ડુંગળીની ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. લાલ ડુંગળીની આવકો ઘટી ગઈ છે અને હવે બજારમાં સુધારો આવે તેવા સંજોગો દેખાય રહ્યાં છે, પંરતુ બજારો જોઈએ એટલી સુધરતી નથી.

ડુંગળીની બજાર સરકાર દ્વારા ભાવથી ખરીદી થાય છે, પંરતુ એ ખરીદી અપૂરતી હોવાથી અને તેની અસર જીએ એટલી બજાર ઉપર જોવા મળતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ છે.

ડુંગળીનાં ભાવમાં જ્યાં સુધી નીચી સપાટીથી થઈ સ્ટોકિસ્ટો અને નિકાસકારોની લેવાલી ન આવે ત્યાં સુધી બજારમાં સુધારો થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ જો લેવાલી સારી આવશે તો બજારમાં સુધારાની ધારણાં દેખાય રહી છે.

ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં અત્યારે રૂ.૫૦થી ૨૦૦ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે, પંરતુ સરેરાશ ભાવ રૂ.૧૫૦ની ઉપર બોલાતા નથી. સફેદ ડુંગળીનાં ભાવ રૂ.૫૦થી ૧૨૫ની વચ્ચે છે અને તેમાં હાલ સુધારાનાં ચાન્સ નથી.

ડુંગળીમાં બજારો સુધરતા હજી પંદરેક દિવસનો સમય લાગી શકે છે. સારા વરસાદની શરૂઆત થશે અને આવકો ઘટી જશે તો બજારને ટેકો મળે તેવી ધારણાં છે.

Leave a Comment